HomeNewsUSAથી આવેલા યુવકની પરિવારની નજર સામે 7માં માળેથી મોતની છલાંગ

USAથી આવેલા યુવકની પરિવારની નજર સામે 7માં માળેથી મોતની છલાંગ


  • યુવકે માનસિક વિમાંરીમાં પગલું ભર્યાનું પોલીસનું અનુમાન
  • સિટીલાઈટ સ્થિત આર્જવ એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાતી ચકચાર
  • યુવાન ઉલટી થઈ રહી હોવાનું કહી ગેલેરીમાં ગયો અને કુદી ગયો

USAથી સિટીલાઈટ સ્થિત આર્જવ એપાર્ટમેન્ટમાં રહેતા કાકાના ઘરે આવેલા યુવકે સોમવારે બપોરે દાદી, કાકી, ફોઈ સહિતના પરિવારની નજર સામે સાતમાં માળેથી મોતની છલાંગ લગાવી જીવનનો અંત આણ્યો હતો. બનવાને પગલે ચક્ચાર મચી ગઈ હતી. મૃતક યુવક માનસિક બીમાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બનાવ અંગે મળતી માહિતી મુજબ માતા-પિતા સહિતના પરિવાર સાથે USAમાં રહેતો દિપેશ રમણલાલ પંજાબી (વ.38) ચાર-પાંચ દિવસ અગાઉ મહારાષ્ટ્રના પૂણે ખાતે આવ્યો હતો. ત્યારબાદ સોમવારે સવારે સિટીલાઈટ સ્થિત આર્જવ એપાર્ટમેન્ટમાં સાતમાં માળે રહેતા કાકાના ઘરે પહોચ્યો હતો. ત્યારબાદ બપોરે દિપેશને પરિવારના સભ્યો જમવા માટે કહી રહ્યાં હતા. ત્યારે દિપેશ ઉલટી થઈ રહી હોવાનું કહી ગેલેરી પાસે ગયો હતો અને ગેલેરી પર ચઢીને કુદી જશે, એમ પરિવારના સભ્યોને કહેવા લાગ્યો હતો. જેને પગલે દાદી, કાકી, ફોઈ સહિતના પરિવારના સભ્યોએ તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, દિપેશ ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યો હતો. દિપેશને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું. દિપેશના અણધાર્યા પગલાથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે.

See also  સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના, પાગલ પ્રેમીએ યુવતીનું ગળું કાપ્યું

ઉમરા પોલીસે જણાવ્યું હતું કે, USAમાં રહેતા દિપેશના માતા-પિતા સાથે વાત થઈ હતી. તેઓએ દિપેશ માનસિક બીમારીથી પીડાતો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read