HomeNewsSVNITમાં 17 ફુટ ઊંડા ખાળકુવામાં ઉતરેલા ત્રણ પૈકી બેના ગુંગળામણથી મોત

SVNITમાં 17 ફુટ ઊંડા ખાળકુવામાં ઉતરેલા ત્રણ પૈકી બેના ગુંગળામણથી મોત


 

ફાયર બ્રિગેડે ત્રણેય ને કાઢયા : 15 વર્ષના તરૃણ સહિત બે
જણાએ સેફ્ટીના સાધનોની અવગણના કરતા જીવ ગુમાવ્યોઃ કોન્ટ્રાકટરની હાલત ગંભીર

સુરત,:

પીપલોદ
ખાતે એસવીએનઆઈટી કોલેજના કેમ્પસમાં આજે સવારે ખાળકુવામાં ડ્રેનેજ લાઇનનું કામ માટે
ઉતરેલા ૧૫ વર્ષીય તરૃણ સહિત ત્રણ વ્યકિતઓને ગુંગળામણ થયા બાદ તરૃણ સહિત બે
વ્યક્તિના મોત નીપજ્યા હતા
,
એકની હાલત ગંભીર છે. ઘટના સંદર્ભે ઉમરા પોલીસ દ્વારા ગુનાઇત
બેદરકારીનો ગુનો દાખલ કરાશે.

નવી
સિવિલ અને ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ભટાર ચાર રસ્તા પાસે
મહાદેવના મંદિર પાસે તળાવ ફળિયામાં રહેતો ૧૫ વર્ષીય સત્યમ હરેન્દ્ર શાહ સહિતના
વ્યકિતો આજે  સવારે  પીપલોદના ઇચ્છાનાથ ખાતે એસવીએનઆઈટી કોલેજમાં
કેમ્પસમાં સારાભાઇ ભવન નજીક ખાળકુવામાં ડ્રેનેજના કામ અર્થે ગયો હતો. સત્યન ૧૫થી
૧૭ ફુટ ઉંડા ખાળકુવામાં કામ માટે ઉતર્યા બાદ ૪૨ વર્ષીય કાદિર ઈશાદાર
સિદીકી(ઉ-વ-૪૫-રહે- આઝાદનગર
,
ભટાર) પણ ઉતર્યો હતો.

See also  સચિન GIDCની સ્નેહા ડાઇંગમાં આગઃ બે કામદાર ગુંગળાયા

જો કે, બંને ઘણા સમય સુધી
બહાર નહી આવતા કોન્ટ્રાકટર શરણ હેમંતભાઇ રાય (ઉ-વ-૪૫- રહે- ભગીરથ સોસાયટી
, પાંડેસરા) કુવામાં ઉતર્યો હતો. જ્યાં ત્રણેયને ગુંગળામણ થવા લાગી હતી. કોલ
મળતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. અને ઓક્સીજન માસ્ક સાથે અંદર ઉતરી ત્રણેયને
દોરડી બાંધીના ૧૫ મિનિટમાં વારાફરતી બહાર કાઢી નવી સિવિલમાં ખસેડયા હતા. જ્યાં
ડોકટરે સત્યન અને કાદરને મૃત જાહેર કર્યા હતા. શરણની હાલત ગંભીર હોવાથી વોર્ડમાં
દાખલ કરાયો છે એમ ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું.

નવી
સિવિલમાં મૃતકોના પરિવાજનોએ ભારે આંક્રંદ કર્યું હતું. ઘટનાને પગલે મેયર હેમાલી
બોઘાવાલાએ સિવિલ પહોંચી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ ંહતું. ગટરમાં સફાઇ માટે
ઉતરેલા ત્રણેય જણાએ સેફટીના સાધાનોની ધરાર અવગણના કરી હતી.

See also  For the first time in the history of Surat, interview system was implemented to select the new Chancellor of VNSUG.ઈતિહાસમાં પહેલીવાર VNSUGના નવા કુલપતિની પસંદગી માટે ઈન્ટરવ્યૂ સિસ્ટમ લાગુ થઈ

આ ઘટના
અંગે ઉમરા પોલીસે ગુન્હાહીત બેદકકારી બદલ ગુન્હો નોધવાની તજવીજ હાથ ધરી છે.

 – મૃતક સત્યન
સાત બહેનો વચ્ચે એકમાત્ર ભાઈ હતો

મુળ
બિહારના ગોપાલગંજના વતની અને હાલમાં ભટારમાં રહેતો ૧૫ વર્ષીય  સત્યમ પ્લમ્બરીંગનું કામ કરતો હતો. જોકે તે સાત
બહેનો વચ્ચે એકનો એક લાડકવાય ભાઈ હતો. તેના મોતથી પરિવારજનોના માથે આભ તુટી પડયું
હતું. તેના પિતા કાળનું વેચાણ કરે છે. જોકે તેના મોતને પગલે પરિવારજનોમાં હૈયાફાટ
રૃદનથી સિવિલ કેમ્પસમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી હતી.

 – મૃતક કાદિર
પ્બમ્બરીંગનું કામ કરતો હતો

મુળ
બિહારના સિંવાન જીલ્લાના વતની અને હાલમાં ભટારમાં રહેતા કાદિરને સંતાનમાં બે પુત્ર
અને એક પુત્રી છે. તે પરિવારનું ગુજરાન ચલાવવા પ્લમ્બરીંગનું કામ કરતા હતા. જોકે
આજે સવારે તે ચા-નાસ્તો કરીને ઘરેથી કામ અર્થે નીકળ્યો હતો. બાદમાં તે મોતને ભેટતા
તેના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

See also  સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મહિલાએ આપઘાત કર્યો

 – ચોથો યુવાન
પણ અંદર ઉતર્યો પણ ગુંગળામણ લાગતા તરત બહાર આવીને ઢળી પડયો

સત્યન
ખાળકુવામાં ઉતર્યા બાદ પ્લમ્બર કાદર ઉતર્યો હતો પણ બંને બહાર નહી આવતા કોન્ટ્રાકટર
શરણ પણ ઉતર્યો હતો. ત્રણેય બહાર નહી આવતા ૩૬ વર્ષીય યુવાન ગોલ્ડન અન્સારીએ  પણ અંદર જવા પ્રયાસ કર્યો પણ ગુંગળામણ લાગત તરત
બહાર આવીને ઢળી પડયો હતો. જેમાં તેને કપાળમાં સામાન્ય ઇજા થઇ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read