HomeNewsSVNITના ખાળ કૂવામાં બે શ્રમિકના મોત, એકની હાલત ગંભીર

SVNITના ખાળ કૂવામાં બે શ્રમિકના મોત, એકની હાલત ગંભીર


  • ગટર લાઇન નાખવા ઉતારેલા મજૂરોના મોત
  • મદદ માટે ગયેલ અન્ય એક શ્રમિક બેભાન થયો
  • સિવિલ હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યા

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના ખાળ કૂવામાં ડૂબી જતા બે શ્રમિકના મોત થયા છે. કોલેજના ગટર લાઇન નાખવા માટે નીચે ઉતરેલા શ્રમિકો સાથે દુર્ઘટના સર્જાઈ હતી.

મંગળવારે સવારે SVNIT ખાળ કૂવામાં ગટર લાઇન નાખવા માટે શ્રમિકને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે બે મજૂરો પૈકી એક ગટર લાઇનની કામગીરી માટે નીચે ઉતર્યા હતા. ત્યાર બાદ, ઘણીવાર પછી પણ શ્રમિક બહાર નહીં આવતા કોન્ટ્રાકટર શ્રવણે અન્ય શ્રમિકને નીચે ગટરમાં જોવા મોકલ્યો હતો. જોકે, સત્યમ હરેન્દ્ર શાહ અને કાદિરનું મોત થયું હતું. જ્યારે કોન્ટ્રાકટર શ્રવણ પણ ગટર લાઈનમાં જતા બંને બેભાન મળ્યા હતા.

See also  A Bird Hit Incident Took Place With An Indigo Flight From Surat To Delhi

તાત્કાલિક ફાયબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી ત્રણેયને બહાર લાવ્યા હતા. એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સત્યમ અને કાદિરનું મોત થયું હતું. જ્યારે કોન્ટ્રાકટર શ્રવણ હાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેની પણ સ્થિતિ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતાં મેયર હેમાલી બોઘાવાલા પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. તેઓએ મૃતકના પરિવારજનોએ સાંત્વના પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read