HomeNewsSurat: સુરતમાં ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત, ચાલકનો મૃતદેહ કાઢવા ફાયર...

Surat: સુરતમાં ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત, ચાલકનો મૃતદેહ કાઢવા ફાયર વિભાગની લેવી પડી મદદ
સુરત: શહેરના હજીરા વિસ્તાર ખાતે ગંભીર અકસ્માત સર્જાયો છે. ONGC ચાર રસ્તા પાસે  ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ફાયર વિભાગની મદદથી ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતા હજીરા પોલીસ ઘટનાએ દોડી આવી હતી. હાલમાં મૃતદેહને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. કન્ટેનર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બીજેપી નેતા સામે કિશોરીએ છેડતીની ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું

પ્રાંતિજના ધારાસભ્ય અને સાબરકાંઠા બેંકના ચેરમેન સામે રાજસ્થાનના શિરોહીમાં છેડતીનો ગુનો નોંધાયો છે. પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરીયાદ નોંધાઈ છે. સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમિચંદ પટેલ સામે ફરીયાદ નોંધાતા ચકચાર મચી છે. કોર્ટના આદેશનુસાર કુલ ચાર શખ્શો સામે ફરીયાદ નોંધાઈ છે. કિશોરી સાથે છેડછાડ કરવાના આરોપમાં બંને સામે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના શિરોહીમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

સુરતમાં 9 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા ઉપાડી ગયો નરાધમ

સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી 9 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીને ઝાડી ઝાખડામાં લઈ જઈ કપડાં કાઢી દુષ્કર્મનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે જ દુકાનદારની નજર પડતા દૂકાનદારે હવસખોરના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. દુકાનદારની સર્તકતાથી બાળકી પીંખાતા બચી ગઈ હતી. ત્યાર બાદ લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સિંઘણપોર પોલીસે નરાધમ દિલીપ નાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ડભોલીમાં દુકાનદારની સતર્કતાથી ૯ વર્ષની બાળકી હવસખોરની ચુંગાલમાંથી ઉગરી ગઇ હતી. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો. અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી અને માર મારી પોલીસને સોંપી દેવાયો હતો. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. 9 વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી.

ગત બુધવારે બપોરે તેમની પુત્રી ઘર નજીકના પાનના ગલ્લા પર વેફર લેવા ગઇ હતી. આ સમયે બાળકીને વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી ફોસલાવી નજીકના ખુલ્લા પોપડામાં લઇ ગયો હતો. બદકામના ઇરાદે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો. અહીં શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરતા જ નજીકના પાનના ગલ્લાવાળાએ સતર્કતા દાખવી બાળકીને આબદા બચાવી લીધી હતી. બૂમાબૂમ થતા સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સિંગણપોર પોલીસને સોંપી દીધો હતો. પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી અશ્વિન દિલિપ નાવડિયાની ધરપકડ કરી હતી.

See also  Surat: સુરતમાં ખાનગી બસ એસોસિએશને લીધો મોટો નિર્ણય, જાણો ક્યારથી ખાનગી લક્ઝરી બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read