HomeNewsSurat: મધ્યાહન ભોજનના રૂમમાં લાગી આગ, શાળામાં ભારે નાસભાગ મચી

Surat: મધ્યાહન ભોજનના રૂમમાં લાગી આગ, શાળામાં ભારે નાસભાગ મચી


  • માંગરોળના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના રૂમમાં લાગી આગ
  • પાઈપમાં ગેસ લીકેજ થતા રૂમમાં લાગી આગ
  • ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

સુરતના માંગરોળમાં આગની ઘટના સામે આવી છે. માંગરોળના નવી સિયાલજ ગામની પ્રાથમિક શાળામાં આગની ઘટના બની છે. શાળાના મધ્યાહ્ન ભોજન રૂમમાં ભોજનની તૈયારી દરમિયાન ગેસ બોટલની પાઈપ લીક થતાં આગ લાગી છે.

શાળામાં આગ લાગતા ભારે નાસભાગ મચી

શાળામાં આગ લાગતા ભારે નાસભાગ મચી હતી, આગ લાગતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે સમય સુચકતા વાપરીને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકો શાળાએ પહોંચ્યા હતા અને ફાયરના સાધનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ કાબુમાં આવતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા, જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

See also  वडोदरा :  शेयर बाजार का काम करने वाले परिवार के तीन सदस्यों ने जीवनलीला समेटी

ગઈકાલે અમદાવાદના મણિનગરની સ્વામિનારાયણ સ્કૂલમાં લાગી હતી આગ

ગઈ કાલે અમદાવાદ શહેરના મણિનગર ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં આગ લાગી હતી. જેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ આગમાં કોઈ જાનહાની થઈ નહતી. જો કે સ્કૂલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂલમાં ઈલેક્ટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. શાળાના સંચાલકો અને શિક્ષકોએ ફાયર ઉપકરણોથી આગને કાબૂમાં લીધી હતી. તેમજ આગને પગલે વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા હતા.

https://www.sandesh.com/gujarat/surat-a-fire-broke-out-in-the-mid-day-meal-room-causing-a-huge-stampede-in-the-school

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read