HomeNewsMLA કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીઓને મળતી લોનના વિલંબમાં CMને પત્ર લખ્યો

MLA કુમાર કાનાણીએ વિદેશ જતા વિદ્યાર્થીઓને મળતી લોનના વિલંબમાં CMને પત્ર લખ્યો


  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન અપાય છે
  • વિદ્યાર્થી વિદેશ ગયા પછી પણ 6 મહિના સુધી લોનના નાણા ન મળતા હોવાથી હાલાકી
  • લોનમાં વિલંબ મામલે મેં સરકારનું ધ્યાન દોરવા પત્ર લખીને રજૂઆત કરી છે: કુમાર કાનાણી

સુરતના વરાછા રોડના વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. તેમણે માગણી કરી છે કે વિદ્યાર્થીઓને સમયસર લોન ચૂકવવામાં આવે જેથી તેઓ વિદેશમાં સરળતાથી અભ્યાસ માટે જઈ શકે.

કુમાર કાનાણી સમયાંતરે લોકોને જે પણ મુશ્કેલી હોય છે તે અંગે સ્પષ્ટતાથી માગણી કરતા હોય છે. કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થાય ત્યારે પણ આ લોનના પૈસા ચુકવવામાં આવતા નથી અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોનના નાણા મળતા નથી. જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવી જોખમમાં મુકાય છે.

See also  गुजरात : अंतरराष्ट्रीय ख्याति प्राप्त संस्थान आर्थिक सहयोग एवं विकास संगठन के साथ करार करने वाला देश का पहला राज्य बना गुजरात

ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે જે માતા-પિતા પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસાર્થી મોકલવા ઇચ્છતા હોય તેમના માટે રાજ્ય સરકારની ખૂબ જ સારી યોજનાઓ છે પરંતુ યોજનાઓનો અમલીકરણ કરવામાં વિલંબ થતો હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારની ફરિયાદો મને મળી છે. તેને લઈને મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરે છે. ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરકાર જે લોન આપી રહી છે તે ખુબ સારી યોજના છે. મારી પાસે અનેક ફરિયાદો આવી હતી. વિઝા, એડમીશન મળી ગયા બાદ પણ જે લોન આપવામાં આવે છે તે મળતી નથી. જેથી વાલીઓને નાણાની અન્ય જગ્યાએથી વ્યવસ્થા કરવી પડે છે. જેથી મેં સરકારનું ધ્યાન દોરવા આ પત્ર લખીને રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓની લોન સમયસર મંજુર થાય તેવા આયોજન થાય તે માટે રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read