HomeNewsGujarat Election 2022 Delhi CM Arvind Kejriwal Sai You Dont Want To...

Gujarat Election 2022 Delhi CM Arvind Kejriwal Sai You Dont Want To Pay Light Bill After 1st March 2023


Gujarat Election 2022 :  દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને નવસારીમાં જનસભાને સંબોધી હતી. કેજરીવાલે ઇન્કલાબ જીંદાબાદના નારા લગાવડાવી સ્પીચની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની એક એજન્સી છે આઈબી. આઈબી ગુજરાતમાં ફરી અને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો કે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહે છે, ખુશ ખબરી કેન્દ્રની ખુફિયા એજન્સીનો રિપોર્ટ. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.  90, 92, 93 બેઠક આવશે. બધા ભેગા મળીને જોરદાર ધક્કો મારો, કે દિલ્હી અને પંજાબનો રેકોર્ડ તૂટે.

તેમણે કહ્યું કે, સરકાર બનશે એટલે અમે લોકો ભ્રષ્ટાચાર બંધ કરીશું. 27 વર્ષમાં આ લોકોએ લૂંટવાની કોઈ કસર બાકી નથી રાખી. ગુજરાત સરકારને જનતા અરબો ખરબો રૂપિયા આપ્યા છે. ગુજરાત સરકારના ટેક્ષ રૂપે ખરબો રૂપિયા આપો છો, ક્યાં ગયા રૂપિયા, લૂંટી લે છે. અઢી લાખ કરોડ ખર્ચ કરે છે. પંજાબના હેલ્થ મંત્રી ગરબડ કરી રહ્યા હતા, પંજાબ સરકારે એમને પકડી અને જેલમાં નાખી દીધા. મારો ભાઈ અથવા મારો દીકરો પણ ભ્રષ્ટાચાર કરશે તો એને પણ  નહીં ચાલશે. 15 ડિસેમ્બર પછી સરકાર બનશે ત્યારબાદ સરકારી કચેરીમાં  પૈસા નહિ આપવા પડે. સરકાર બન્યા પછી સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે સરકારી કર્મચારી તમારા કામ માટે ઘરે આવશે. 
1 માર્ચ પાછી વીજળીનું બિલ નહીં ભરવું પડે. પ્રથમ મોંઘવારીથી છુટકારો અપાવીશ,1 માર્ચ પછી વીજળી બિલ ભરવાની જરૂર નથી, બિલ તમારો ભાઈ કેજરીવાલ ભરશે. ગુજરાતમાં આવી રહ્યો છું. કોઈ ભાઈ માને છે કોઈ દીકરો માને છે. ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ઘરે કોઈ બીમાર હશે તો એનો ઈલાજના પૈસા પણ સરકાર આપશે.

See also  सोशल मीडिया इन्फ्लुएंसर्स और सेलिब्रिटी के लिए जारी की नई गाइडलाइंस, अब नहीं कर सकेंगे उपभोगताओं को गुमराह

આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલા રૂપિયા ઘરખર્ચ બચશેની ગણતરી. વીજ બિલ 3000, સ્કુલ ફી 3000, શાળામાં સ્ટેશનરી, યુનિફોર્મ 6000, આરોગ્ય મફત 6000 રૂપિયા બચશે. તેમણે કહ્યું કે, આવતા વર્ષે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે. બધાની ઇચ્છા છે, જવાની પણ રૂપિયા નથી. એક એક ગુજરાતીને મફતમાં રામ લલ્લાના દર્શન કરાવીને લાવીશ.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, બાળકોના સારૂ શિક્ષણ વૃદ્ધોની સારી સારવાર , યુવાન જે પોતાની ડીગ્રી અનુસાર રોજગાર મળે એની આશાએ ચીખલી માં પહોંચ્યા છે. ભારતની રાજનીતિની દશા અને દિશા બદલવા રાજકારણમાં ઉતરેલા કેજરીવાલ. ચોખલીની જનતા આં વખતે વિકપ આવી ગયો છે જેની વાત દેશ નહીં પરંતુ દુનિયામાં થાય છે. MCDવાલી શાળા સારી નથી. ટ્રમ્પના પત્ની આવ્યા હતાં ત્યારે કેજરીવાલને ફોન કરી શાળાની ચાવી માંગી હતી. આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે છે. 

See also  Gujarat Election: Kejriwal Held Rally In Surat For All AAP Candidates Including Gopal Italia, Alpesh Kathiriya

મતદાન યોગ્ય વ્યક્તિને કરવું જોઈએ જેથી ગરીબી જશે. પંજાબમાં સરકાર બન્યા બાદ ઘણા બધા કામો થઈ ગયા. આપ લોકોને નોકરી મળવા માંડી. પંજાબમાં 7 મહિનામાં ઘણા કામો થયા, નિયત હોય તો ઘણા કામો થાય, 20 હજાર નોકરી આપી. પેપર નથી ફૂટતા, રીશ્વત નથી ચાલતી, ભલામણ નથી ચાલતી, એના ઉપર શંકા કરીએ છે, પારદર્શિતાની સરકાર ચાલે છે. બેનર ફાળી નાંખે છે, રેલી માટે જગ્યા નથી આપતા પણ આતો દરિયો છે, જનતાનો દરિયો છે, એને કોણ રોકી શકશે. 117 માંથી 92 બેઠક પંજાબ મેળવી. અમે રિશ્વતખોરી બંધ કરી છે પંજાબમાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read