HomeNewsGSTR-1 અને GSTR 3Bમાં મિસમેચ હશે તો વેપારીઓને કારણ બતાવવુ પડશે

GSTR-1 અને GSTR 3Bમાં મિસમેચ હશે તો વેપારીઓને કારણ બતાવવુ પડશે


  • 20% કરતા ટેક્સની રકમમાં તફાવત હોય તો સાત દિવસમાં ખુલાસો કરવો પડશે
  • વેપારીઓને તેમના રજિસ્ટર્ડ ઇમેલ આઇડી પર શો-કોઝ નોટિસ મળી જશે
  • ભુલ અથવા પાછલી કોઇ ખરીદી-વેચાણના આંકડાઓની માહિતી આપવી પડશે

વેપારીઓને હવે GSTR-1 અને GSTR-3Bના રિટર્નમાં જો દર્શાવેલી માહિતીમાં ટેક્સની રકમમાં 20% કરતા વધારે તફાવત હશે તો તેનો ખુલાસો કરવો પડશે. જો સાત દિવસમાં વેપારી ખુલાસો નહી કરે તો ડિપાર્ટમેન્ટ તેની સામે શો-કોઝ નોટિસ જારી કરી કાર્યવાહી કરશે.

GST વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ GST કાઉન્સિલની ગત મિટિંગમાં રિટર્નમાં કરવામાં આવેલા કેટલાક સુધારાઓ પૈકી GSTR-1 અને GSTR-3Bના રિટર્નમાં પણ સુધારાઓ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીના વ્યવસ્થા પ્રમાણે GSTR-1 અને GSTR-3B ટેક્સ અને આઇટીસીની માહિતી મળી રહતી હતી, બન્ને રિટર્નમાં જો તફાવત હોય તો વેપારીઓ તેને ચુકવણી કરતા હતા. જોકે હવે તેમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે અને રુલ 88Cનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે મુજબ જો GSTR-1 અને GSTR- 3Bમાં ટેક્સની રકમમાં 20% કરતા વધારે તફાવત હોય તો વેપારીને તફાવતની રકમ વિશે માહિતી આપી વેપારીના રજીસ્ટર્ડ ઇમેલ પર તેમજ ઇંટિમેશન ઓર્ડર તરીકે ખુલાસો કરવા માટે વેપારીને નોટિસ આપવામાં આવશે. જેનો જવાબ વેપારીને સાત દિવસમાં આપવો પડશે. જેમાં વેપારી દ્વારા થયેલી ભુલ અથવા પાછલી કોઇ ખરીદી-વેચાણના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હોય તે સહિતની માહિતી આપવી પડશે. ત્યારબાદ તે મંજૂર થયા પછી વેપારીને DRC-03 ફોર્મ અંતર્ગત ટેક્સ ચુકવી શકશે અને જો વેપારી સાત દિવસમાં કોઇ પણ જવાબ નહીં આપે તો વિભાગ તેની સામે ડિમાન્ડ નોટિસ કાઢશે.

See also  सूरत : महिला हेल्पलाईन 181 ‘अभयम्’ पर वर्ष 2022 में 15 हजार से अधिक महिलाओं ने मदद के लिये संपर्क किया

ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે નવા સુધારા પ્રમાણે વેપારીઓને GSTR-1 અને GSTR-3Bમાં તફાવતના કારણો જણાવવા પડશે અને જેની તપાસ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે ત્યાર પછીજ ટેક્સ ચુકવી શકશે. અને જો સાત દિવસ સુધી જવાબ નહી આપે તો ડિપાર્ટમેન્ટ શો-કોઝ નોટિસ મોકલી આગળની કાર્યવાહી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read