HomeNewsGSTની કામગીરી ઓનલાઈન, પણ વેપારીઓ પાસેથી ઓફલાઈન વિગતો મંગાવાતા વિવાદ

GSTની કામગીરી ઓનલાઈન, પણ વેપારીઓ પાસેથી ઓફલાઈન વિગતો મંગાવાતા વિવાદ


  • માલ ખરીદ – વેચાણની વિગતો મંગાવીને કરાતી સ્ક્રૂટિની
  • વેપારીઓને ફોન કરીને વિગત રજૂ કરવા માટે આદેશ કરાઈ રહ્યો છે
  • કેટલાક અધિકારીઓએ ડીન નંબર લખ્યા વિના જ નોટિસનો ખેલ શરૂ કર્યો

ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શિતા વધે તેવા આશયથી તમામ કામગીરી ઓનલાઇન જ થાય તે માટેના પ્રયાસો જીએસટીમાં કરાઈ રહ્યા છે, પરંતુ તેના પર સ્ટેટ જીએસટીના કેટલાક અધિકારીઓ રીતસર પાણી ફેરવી રહ્યા છે. કારણ કે જીએસટી સ્ક્રૂટિની માટેની વિગતો કેટલાક અધિકારીઓ વેપારીઓ પાસેથી ઓફલાઇન મંગાવતા વિવાદ સર્જાયો છે. આ માટે વેપારીઓને ફોન કરીને વિગત રજૂ કરવા માટે આદેશ કરાઈ રહ્યો છે.

જીએસટીમાં વેપારીને નોટિસ આપતા પહેલાં ફરજિયાત ડીન નંબર (ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર) આપવાનો હોય છે. જેથી કયા કારણોસર નોટિસ અપાઈ તેની જાણકારી ઓનલાઇન જ મળી રહેતી હોય છે. પરંતુ કેટલાક અધિકારીઓએ ડીન નંબર લખ્યા વિના જ નોટિસનો ખેલ શરૂ કર્યો છે. તેમાં પણ જીએસટી સ્ક્રૂટિની કામગીરીમાં પૂરતા કાગળ નહીં હોવાનું જણાવીને વેપારીઓ પાસે તે મંગાવાઈ રહ્યા છે. કાગળ જીએસટી પોર્ટલ પર ઉપલબ્ધ હોવા છતાં તે જોવાની પણ દરકાર સુધ્ધાં લેવાતી નથી, પરંતુ વેપારીઓને પરેશાન કરવા માટે કેટલાક અધિકારીઓએ ફોન કરીને કાગળ રજૂ કરવા માટે આદેશ કરતા હોય છે. વેપારી પણ ડરના માર્યા કાગળ રજૂ કરી દેતા હોય છે. જ્યારે નિયમ પ્રમાણે કાગળ ઓનલાઇન જ મંગાવવાના હોય છે, તેમ છતાં અધિકારીઓ આ રીતની કામગીરી શરૂ કરતા વિવાદ સર્જાયો છે.

See also  કારખાનેદાર સહિત ત્રણની હત્યાની ઘટના પછી કારીગરોના બાયોડેટા ફરજિયાત લેવા પડશે

જીએસટી પોર્ટલ પર વેપારીઓની તમામ વિગતો જેવી કે કેટલા રૂપિયાનું ટર્નઓવર છે. કેટલા રિટર્ન ભર્યા છે. તેમાં રિફંડ કેટલાનું લીધું છે તેવી વિગતો અપાયેલી જ હોય છે, તેમ છતાં સામી દિવાળીએ અધિકારીઓએ વેપારીઓને પરેશાન કરવા માટે નવા નવા કીમિયા અપનાવી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read