HomeNewsDGVCL હવે ઘરે-ઘરે સ્માર્ટ વીજમીટર લગાડશે

DGVCL હવે ઘરે-ઘરે સ્માર્ટ વીજમીટર લગાડશે


  • ડીજીવીસીએલના 36 લાખ ગ્રાહકો પૈકી પ્રથમ તબક્કામાં 18 લાખ વીજ ગ્રાહકોને આવરી વીજ મીટર મુકાશે
  • સંભવતઃ જૂન મહિના પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર બદલવાની કામગીરીનો આરંભ કરવામાં આવશે
  • સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે.

દક્ષિણ ગુજરાત વીજકંપની આગામી ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને 7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે. ડીજીવીસીએલના કાર્યક્ષેત્રના સાત જિલ્લાના 36 લાખ વીજગ્રાહકો પૈકી પ્રથમ ફેસમાં 18 લાખ એટલે કે 50 ટકા વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ હાથ ધરાશે. તેમાં પણ સુરત અને તાપી જિલ્લાથી શરૂઆત કરી તબક્કાવાર રીતે નવસારી, વલસાડ, નર્મદા સહિતના જિલ્લાઓના તમામે તમામ વીજગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડાશે. આ સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઈડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા પણ છે. એટલે કે ભવિષ્યમાં પ્રિપેઈડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવે તો તાત્કાલિક ધોરણે વીજગ્રાહકોને ત્યાં આ સિસ્ટમ લાગુ કરી દેવાશે. હાલમાં રાજ્યની ચારે ચાર વીજકંપનીના વીજગ્રાહકો પૈકી 50 ટકા વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે ટેન્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ જૂન 2023 પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો આરંભ કરી દેવાશે. સ્માર્ટ મીટરમાં વીજચોરી કરનારાઓની માહિતી તો મળી જશે, પરંતુ શિળાયો, ઉનાળો અને ચોમાસાની સિઝનમાં કયા વિસ્તારમાં કેટલો વીજલોડની જરૂરિયાત છે, તેની સચોટ માહિતી મળી જશે. જેથી કરીને સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે.

See also  अहमदाबाद : महाठग किरण पटेल के खिलाफ 3.51 लाख की धोखाधड़ी की शिकायत दर्ज, कोर्ट ने 18 अप्रैल तक रिमांड मंजूर किया | अहमदाबाद

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read