HomeNewsDDOએ ચાર્જ છોડતા પહેલા સુરતના 41 તલાટીઓની બદલી કરી દીધી

DDOએ ચાર્જ છોડતા પહેલા સુરતના 41 તલાટીઓની બદલી કરી દીધી


– ડી.એસ.ગઢવીનો
નિર્ણય ચર્ચાનો વિષય બન્યો
: નવા ડીડીઓ તરીકે બી.કે. વસાવાએ ચાર્જ સંભાળી લીધો     

સુરત

સુરત
જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવીને જિલ્લા કલેકટર આણદ તરીકે બદલી થયાનો હુકમ થયા પછી
જતા જતા તેમણે સુરત જિલ્લાના આઠ તાલુકાના ૪૧ તલાટીઓની બદલીના હુકમો કરતા પંચાયતમાં
ચર્ચાનો વિષય બન્યો હતો.

તાજેતરમાં
જ રાજય સરકારે આઇએએસની બદલીના હુકમો કર્યા હતા. આ હુકમોમાં સુરત જિલ્લા વિકાસ
અધિકારી તરીકે ફરજ બજાવતા ડી.એસ.ગઢવીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થઇ હતી. અને
તેમની જગ્યાએ નવા ડીડીઓ બી.કે.વસાવાએ ચાર્જ સંભાળી લીધો છે. પંચાયતના સુત્રોના
જણાવ્યા મુજબ ડી.એસ.ગઢવીએ જતા જતા પણ સુરત જિલ્લાના આઠ તાલુકામાં ફરજ બજાવતા ૪૧
તલાટીઓની આંતરિક બદલીનો હુકમો કર્યા હતા. જેમાં મહુવા તાલુકામાં ૨૦
, ચોર્યાસીમાં ૫,
બારડોલી, માંડવીમાં ૪, ઓલપાડમાં
પલસાણા અને
કામરેજમાં ૨ અને માંગરોળ તાલુકામાં એક તલાટીની બદલીનો હુકમ કર્યો હતો.

See also  तीरंदाजी विश्व कप 3: भारतीय कंपाउंड महिला टीम ने फाइनल जीता, 2024 में स्वर्ण पदक की लगाई हैट्रिक | Loktej खेल News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read