HomeNewsCGST વિભાગે 6 મહિનામાં 3780 કરોડ રૂપિયાની વસૂલાત કરી

CGST વિભાગે 6 મહિનામાં 3780 કરોડ રૂપિયાની વસૂલાત કરી


  • ચાલુ નાણાકીય વર્ષમાં 8390 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે
  • ગત નાણાકીય વર્ષમાં વિભાગે સપ્ટેમ્બર સુધી 3340 કરોડની વસૂલાત કરી
  • ઉદ્યોગો બેઠા થતાની સાથે GST વિભાગના કલેકશનમાં પણ થયો છે વધારો

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ નાણાકીય વર્ષે 2022-23માં પ્રથમ છ મહિનાના સમયગાળામાં 3780 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. ચાલુ વર્ષે વિભાગને 8360 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોરોના પછી વેપાર-ઉદ્યોગની ગાડી પાટા પર આવી રહી છે ત્યારે GST વિભાગના કલેક્શનમાં પણ વધારો થયો છે. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં GST વિભાગે 3340 કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી.

GST વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ GSTનું કલેક્શન દેશભરમાં વધી રહ્યું છે અને સરકાર દ્વારા ટેક્સ કલેક્શન વધારવા માટે સતત પ્રયાસો જારી છે. દેશમાં જીએસટીનું કલેક્શન ઓક્ટોબર મહિના સુધી 1.5 લાખ કરોડ પર પહોંચ્યું છે ત્યારે સુરતમાં પણ છેલ્લા છ મહિનામાં GSTનું કલેક્શન 3780 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. જે પાછલા નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર મહિના કરતા 440 કરોડ રૂપિયા વધારે છે. પાછલા નાણાકીય વર્ષમાં વિભાગે સપ્ટેમ્બર સુધીમાં 3340 કરોડ રૂપિયાની વસૂલી કરી હતી.

See also  पूर्व छात्र द्वारा जलाए जाने के बाद घायल इंदौर कॉलेज की प्रिंसिपल की मौत | प्रादेशिक

જાણકારોનું માનવું છે કે કોરોના પછી કાપડ ઉદ્યોગ હીરાઉદ્યોગ અને રિયલ એસ્ટેટ સહિત અન્ય તમામ વેપાર ઉદ્યોગની ગાડી પાટે ચઢી રહી છે અને નવા ઉદ્યોગકારો પણ વેપાર શરુ કરી રહ્યા છે. જેને પગલે GSTની આવક વધી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ટેક્સચોરી રોકવા માટે સક્રિય છે. બોગસ બિલિંગ રોકવા અને ખોટી રીતે આઇટીસી ક્લેઇમ કરનારાઓ સામે પણ સતત તપાસ ચાલુ છે. છેલ્લા છ મહિનામાં 116 કરોડ રૂપિયાની ટેક્સચોરી તપાસ દરમિયાન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડી છે.

પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષે 1160 કરોડ રૂપિયા વધારેનો ટાર્ગેટ

પાછલા નાણાકીય વર્ષ 2021-22માં GST વિભાગને 7200 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જ્યારે તેની સામે ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં 1160 કરોડ રૂપિયાનો ટાર્ગેટ વધારવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 8360 કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની સામે વિભાગે છ મહિનામાં 3780 કરોડ઼ રૂપિયાની વસૂલાત કરી લીધી છે.

See also  સિક્યોરિટી એજન્સીની 4.65 કરોડની ડ્યૂટી ચોરી ઝડપાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read