HomeNewsC.A IPCCનું સુરતનું 19.90 ટકા પરિણામઃ 6 વિદ્યાર્થી ટોપ-50 માં

C.A IPCCનું સુરતનું 19.90 ટકા પરિણામઃ 6 વિદ્યાર્થી ટોપ-50 માં


Updated: Jan 10th, 2023

                 

   સુરત

સી.એ ઇન્સ્ટીટયુટ
દ્વારા નવેમ્બર-૨૦૨૨ માં સી.એ બનવા માટે બીજા સ્ટેજની આઇપીસીસી પરીક્ષા દેશભરમાં લીધી
હતી. સમ્રગ ભારતમાંથી બન્ને ગુ્રપના કુલ ૩૭૪૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે પરિણામ
જાહેર થતા ૪૭૫૯ વિદ્યાર્થીઓ પાસ થતા ઓલ ઇન્ડિયાનું પરિણામ ૧૨.૭૨ ટકા આવ્યુ હતુ. સુરત
કેન્દ્રમાંથી બન્ને ગુ્રપમાંથી કુલ ૧૦૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ ૨૦૧ ઉર્તીણ
થતા ૧૯.૯૦ ટકા પરિણામ આવ્યુ હતુ. આ પરિણામમાં સુરતના છ વિદ્યાર્થીઓ ટોપ-૫૦ રેન્કમાં
આવ્યા હતા.જેમાં અનુજ મુંઘરા ૮૦૦ માંથી ૬૨૫ માર્કસ લાવીને ઓલ ઇન્ડિયામાં ૨૦ મો અને
સુરતમાં ફસ્ટ રેન્ક સાથે મેદાન મારી ગયો હતો. જયારે કિષ્ના કેડીયા૬૧૯ માર્કસ મેળવીને
દેશભરમાં ૨૬ મા રેન્ક અને સુરતમાં બીજા ક્રમ સાથે ઉર્તીણ થઇ હતી. આ બન્ને વિદ્યાર્થીઓ
સહિત બીજા ત્રણ વિદ્યાર્થીઓ પણ દેશભરમાં રેન્કર બન્યા હતા.

See also  ઉધનાના ઈલાસ્ટીક મેન્યુફેક્ચરર સાથે દિલ્હીના વેપારીની રૂ.9.15 લાખની ઠગાઈ

અનુજ
મુંઘરાએ ટેકસના પેપરમાં થોડી મિનિટ માટે બ્રેક લેવો પડયો હતો

સી.એ
આઇપીસીસીના પરિણામના રેન્કર વિદ્યાર્થી અનુજ મુંઘરાને પરીક્ષા દરમ્યાન કોસ્ટ મેનેજમેન્ટમાં
૧૦૦ માંથી ૧૦૦ માર્કસ આવ્યા હતા. આ વિદ્યાર્થીને પરીક્ષા દરમ્યાન ટેક્ષનું પેપર અધરુ
લાગ્યુ હતુ. અનુજના જણાવ્યા મુજબ દર વખતે જીએસટીના પ્રશ્નો સહેલા પુછાતા હોય છે. જયારે
ઇન્કમટેકને લગતા પ્રશ્નો સહેલા પુછાતા હોય છે. આ પરીક્ષામાં ઉલ્ટુ થયુ હતુ. જીએસટીના
પ્રશ્નો ટફ અને ઇન્કમટેકસને લગતા પ્રશ્નો સહેલા પુછાયા હતા. અટપટા પ્રશ્નોના કારણે
પરીક્ષા દરમ્યાન થોડી મિનિટ માટે બ્રેક લેવા પડયો હતો. આ સિવાય તેની સાથે પરીક્ષા આપનાર
દિવ્યા લાહોટીના પણ કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ આવ્યા હતા.

See also  हत्या के आरोपी ने जमानत पर छूट कर अपना गिरोह बना लूट मचाने लगा, फिलहाल तो पुलिस की त्वरित कार्रवाई से पकड़ा गया है

વિદ્યાર્થીનું નામ    રેન્ક      સીટી

                    

અનુજ મુંઘરા ૨૦  ૧

કિષ્ના કેડીયા ૨૬  ૨

હિતસાર રવિન્દ્ર શાહ ૨૯     ૩

હર્ષદ તેવાની ૩૪  ૪

પ્રજ્ઞાા કોઠારી     ૪૬        ૫

કૃતિકા બજોરીયા   ૫૦        ૬

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read