HomeNewsAAPના મહિલા કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડને બચકું ભરી અપમાનજક શબ્દો કહ્યા

AAPના મહિલા કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડને બચકું ભરી અપમાનજક શબ્દો કહ્યા


  • સુરત મનપાની સભામાં બન્યો બનાવ
  • સભા ખાંડમાંથી બહાર કઢાતાં મામલો ઉગ્ર બન્યો
  • આપના મહિલા કોર્પોરેટર છે સેજલ માલવિયા

સુરતમાં મહાનગરપાલિકાની સભામાં વિચિત્ર બનાવ બન્યો છે. સામાન્ય સભા કે જ્યાં સામાન્ય પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય છે ત્યાં બાળક જેવું કૃત્ય આમ આદમીના મહિલા કોર્પોરેટરે કર્યું. મહિલા કોર્પોરેટરને સભા ખંડમાંથી બહાર કઢાતા મામલો ઉગ્ર બન્યો હતો.

મળતી માહિતી પ્રમાણે મેયરના આદેશ પર આમ આદમીના કોર્પોરેટર સેજલ માલવિયાને બહાર કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે સિક્યોરિટી ગાર્ડને તેમણે બચકું ભરી લીધું હતું. વિરોધ પક્ષનાનેતાઓને ઉંચકીને લઇ જવામાં આવ્યા હતા ત્યારે આ વિચિત્ર ઘટના બની હતી. રાજકીય લડાઇમાં હરીફ પક્ષને નિશાન બનાવાના હોય છે. પરંતુ આપના કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડને નિશાન બનાવ્યા.

See also  આરોપી મહિલા તબીબ સામે મહીધરપુરા પોલીસનો સી-સમરીનો રિપોર્ટ કોર્ટે નકાર્યો

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આપના મહિલા કોર્પોરેટરે સિક્યોરિટી ગાર્ડને અપમાનજનક શબ્દો પણ કહ્યા હતા. આ કેટલાં અંશે યોગ્ય તેની પણ ચર્ચા થઇ રહી છે. સુરતમાં આપના મહિલા કોર્પોરેટ ભાન ભૂલ્યા. ત્યારે ચર્ચા એ છે કે એક કોર્પોરેટર તરીકે તેમણે પદની ગરિમા પણ ના સાચવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read