HomeNewsAAPના નેતાના 20 લાખની લૂટ મામલે નવો વળાંક, એકની ધરપકડ

AAPના નેતાના 20 લાખની લૂટ મામલે નવો વળાંક, એકની ધરપકડ


  • 20 લાખની લૂંટ પ્રકરણમાં શકમંદ અમદાવાદથી એક પકડાયો
  • લૂટ મામલે ઇન્કમટેક્સ વિભાગ કરી રહી છે તપાસ
  • છારા ગેંગની સંડોવણી બહાર આવતા ટીમ અમદાવાદ આવી હતી

બારડોલીમાં 20 લાખની ચીલઝડપમાં આમ આદમી પાર્ટીના નેતાની કારમાંથી રોકડાં રૂપિયા 20 લાખની ચોરી બાદ પીછો થતાં નાટ્યાત્મક રીતે ચાલુ બાઇક ઉપ૨થી રોકડનો થેલો નીચે ફેંકી ફરાર થઇ જવાની ઘટનામાં આ રૂપિયા આપના નેતા પાસે કઇ રીતે આવ્યા તેની તપાસ ઇન્કમટેક્સ વિભાગ કરી રહી છે તો પોલીસે આ ચીલઝડપમાં છારા ગેંગની સંડોવણી હોવાનું શોધી એક ટીમ અમદાવાદ મોકલી હતી. એક શકમંદને ડિટેઇન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ગત બુધવારે સાંજના સમયે બારડોલી પોલીસ મથકના ગેટની બાજુમાં પાર્ક ઈકો સ્પોર્ટસ કાર (નં. જીજે.19-કે.એમ.6502) ના દરવાજાના કાચ તોડી સરાજાહેર ભરચક ટ્રાફિક વચ્ચે બુકાનીધારી બે લુંટારુઓ 20 લાખની રોકડ ભરેલો થેલો તફડાવી મોટરસાયકલ પર ભાગ્યા હતા. લૂંટારૂઓના દુર્ભાગ્યે સ્થાનિક યુવક આદિલ મેમણે પોતાના મોબાઈલથી કેમેરા રેકોર્ડિંગ ચાલુ રાખી ચોર ચોરની બુમો પાડીને પીછો કરતા ગભરાયેલા બુકાનીધારીઓ બારડોલી આર.ટી.ઓ. પાસે રોડ પર થેલો ફેંકી ભાગી છુટ્યા હતા.

See also  Gujarat: In a decade, 250% hike in candidates’ expenditure | Ahmedabad

જે આદિલે બારડોલી પોલીસ મથકે લાવીને જમા કરાવતાં આખા શહેરમાં પ્રસંશાને પાત્ર બન્યો હતો. બીજી તરફ આ 20 લાખ રૂપિયા સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર સોલંકીના હોવાનું બહાર આવતાં પોલીસે તેમને તો પરત કરી દીધા હતા, પરંતુ આ રકમ દીલ્હીથી આંગડીયા મારફત આવી હોવાની બહાર આવેલી વિગતો વચ્ચે ઇન્કમટેક્ષ અધિકારીઓની અવળી ઇન્કવાયરી આપના નેતા માટે માથાનો દુખાવો બની ગઇ છે.

ચીલઝડપની આ ઘટનાને અંજામ આપનાર બાઇકર ગેંગનો આખો વિડીયો પોલીસ પાસે હોઇ સુરત એલ.સી.બી.એ તેનું એનાલીસીસ કરતાં આ બંને અમદાવાદની છારા ગેંગ સાથે સંકળાયેલાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની એક ટીમ અમદાવાદના નરોડા રવાના કરવામાં આવી હતી. અહીંથી એક શકમંદને પોલીસ ડિટેઇન પણ કરી સુરત લઇ આવી હોવાનું જાણવા મળે છે.

See also  मुंबई : विक्की कौशल-तृप्ति डिमरी की फिल्म 'बैड न्यूज' की पहले दिन की कमाई आई सामने | मनोरंजन News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read