HomeNews56 સરકારી કચેરીના વડાને દિવાળીની લાંબી રજા નહી આપવા ચૂંટણી પંચનો હુકમ

56 સરકારી કચેરીના વડાને દિવાળીની લાંબી રજા નહી આપવા ચૂંટણી પંચનો હુકમ


સરકારી બાબુઓના દિવાળી વેકેશનમાં ટુરના આયોજન પર પાણી

– ગમે ત્યારે ચૂંટણી જાહેર થાય તેમ હોવાથી તાલીમ, ટીમો કાર્યરત કરવાની
રહેશે
: મ્યુનિ, પોલીસતંત્ર, સુડા, રજીસ્ટ્રાર સહિતના કચેરીઓ માટે હુકમે 

         સુરત

ગુજરાત
વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે તે ઘડીએ થઇ શકે તેવી થઇ રહેલી વાતો વચ્ચે સરકારી
બાબુઓનું દિવાળી વેકેશન અવશ્ય બગડશે. પાલિકા
, પોલીસ, સુડા,
જિલ્લા રજિસ્ટ્રાર સહિત અલગ અલગ ૫૬ કચેરીઓમાં ચૂંટણી પંચે આદેશ
કરીને કોઇ પણ કર્મચારી કે અધિકારીને દિવાળીની લાંબી રજા નહીં આપવા હુકમ કર્યો છે.
આ આદેશના કારણે કર્મચારીઓના દિવાળી વેકેશનમાં ફરવા જવાના પ્લાન પર પાણી ફરી વળ્યુ
છે.

તાજેતરમાં
જ ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ રાજયની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ની જાહેરાત કરી છે. અને
ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઇ શકે તેમ છે. આ સંજોગોમાં
ચૂંટણી પંચે તાજેતરમાં જ સુરત શહેર અને જિલ્લાની વિવિધ કચેરીઓ પાલિકા
, પોલીસ કમિશ્નર,
જિલ્લા પોલીસસુડા, જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા
ઉદ્યોગ કેન્દ્ર
, પ્રાયોજના ડાયરેકટર, ખેતીવાડી,
મદદનીશ મત્સ્યોધોગ, બાળ સુરક્ષા, ગાંધી એન્જીનીયરીંગ કોલેજ સહિત ૫૬ કચેરીઓના વડાઓને આદેશ કરાયો છે કે ટુક
સમયમાં જ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થવાની શકયતાઓ રહેલી છે.
ઉપરોકત સંજોગોમાં જો ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થાય તો ચૂંટણીની
કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારી-કર્મચારીઓની તાલીમ યોજવાની તથા અલગ અલગ ટીમો
કાર્યરત કરવાની થાય છે. જે સંજોગોને ધ્યાને લેતા આગામી દિવાળીના તહેવારમાં તમામ
કચેરીઓની લાંબી રજા મંજુર નહીં કરવા તાકીદ કરી છે.

See also  સુરતના રસ્તા પર ટ્રાફિકની વચ્ચે લોકો માટે આફતરૂપ બની દોડતી કચરા ગાડી


આદેશને પગલે અધિકારીઓ કે કર્મચારીઓ વિચારતા હતા કે દિવાળી પછી જ ઇલેકશન આવશે. અને
જો ઇલેકશન જાહેર થાય તો પણ ટ્રેનિગ  તો પછી
જ આવશે. આથી દિવાળી સારી રીતે ફરી શકાશે. આ વિચારીને કેટલાક અધિકારી કે કર્મચારીઓએ
પ્લાન પણ બનાવ્યો હતો. પરંતુ ચૂંટણી પંચે આદેશ કરતા તમામ અધિકારી કે કર્મચારીઓના
પ્લાન પર પાણી ફરી વળ્યુ છે. અને હવે ટ્રેનિગ માટે સજ્જ થઇ ગયા છે. જેઓ વર્ષોથી
ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા છે. તેઓ તો પહેલે થી જ કોઇ પ્લાન બનાવ્યા ના હતા. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read