HomeNews12 વર્ષની બાળાનો પીછો કરી ઘરમાં ઘુસી જબરજસ્તી કીસ કરનાર યુવાનની ધરપકડ

12 વર્ષની બાળાનો પીછો કરી ઘરમાં ઘુસી જબરજસ્તી કીસ કરનાર યુવાનની ધરપકડ



– દસ દિવસ અગાઉ પરિજનો શુભ પ્રસંગમાં ગયો હતો ત્યારે યુવાન મળવાના બહાને ઘરે ગયો હતોઃ પરિજનો આવી પહોંચતા બંને પરિચયમાં હોવાની કબૂલાત કરી હતી

સુરત
ડભોલી વિસ્તારમાં રહેતી ધો. 7 ની વિદ્યાર્થીનીનો પીછો કરી પરિજનોની ગેરહાજરીમાં મળવા ઘરમાં ઘુસી જઇ જબરજસ્તી કીસ કરનાર યુવાનની સીંગણપોર પોલીસે ધરપકડ કરી છે.
મૂળ અમરેલીના અને હાલ ડભોલી વિસ્તારમાં રહેતા પરિવાર દસ દિવસ અગાઉ સંબંધીને ત્યાં શુભ પ્રસંગમાં ગયા હતા. જયાંથી રાતે તેઓ 10 વાગ્યે પરત આવ્યા ત્યારે પરિવારની ધો. 7 માં અભ્યાસ કરતી પુત્રી સીમા (ઉ.વ. 12 નામ બદલ્યું છે) એ ઘરનો દરવાજો ખોલવામાં વિલંબ કર્યો હતો. ઉપરાંત દરવાજો ખોલ્યો ત્યારે તે ગભરાયેલી હતી અને ઘરમાં પ્રદીપસિંહ ગંભીરસિંહ સોલંકી (ઉ.વ. 24 રહે. નારાયણનગર, સુર્યદર્શન એપાર્ટમેન્ટ, વેડરોડ અને મૂળ. જુના નાવડા, તા. બરવાળા, જિ. બોટાદ) ની શંકાસ્પદ હાજરી જણાતા તેને પકડીને પૂછપરછ કરી હતી.

See also  महिला ने कार पर युवक को घसीटा, सीसीटीवी में कैद हुई घटना

જેમાં શરૂઆતમાં પોતાનું ડ્રોન તેમના ધાબા પર આવ્યું હોવાનું જુઠાણું ચલાવ્યા બાદ પોતાને સીમાએ મળવા બોલાવ્યાનું અને છેલ્લા બે મહિનાથી એકબીજાના સંર્પકમાં હોવાની કબૂલાત કરી હતી. પરિજનોએ સીમાની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે પ્રદીપે જબરસજસ્તી તેને કીસ કરી છે. જો કે જે તે વખતે પ્રદીપે માફી માંગી લેતા તેને જવા દીધો હતો પરંતુ તેણે પુનઃ સીમા સાથે સંર્પક કેળવી કનડગત કરવાનું શરૂ કરતા સીંગણપોર પોલીસમાં છેડતીની નોંધાયેલી ફરીયાદ અંતર્ગત પોલીસે પ્રદીપની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read