HomeNews108ની સરાહનીય કામગીરી, સગર્ભાને રિક્ષામાં જ પ્રસૂતિ કરાવી માતા-બાળકની જીવ બચાવ્યો

108ની સરાહનીય કામગીરી, સગર્ભાને રિક્ષામાં જ પ્રસૂતિ કરાવી માતા-બાળકની જીવ બચાવ્યો


  • 108 ઇમરજન્સી ટીમને સૌકોઈ તરફથી મળી રહી છે વાહવાહી
  • ગર્ભસ્થ શિશુનું ક્રાઉનિંગ રિક્ષામાં પ્રસૂતિનો નિર્ણય લીધો
  • માતા-બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા

સર્ગભાવસ્થાના નવમા મહિને ઓટો રિક્ષામાં તબીબી તપાસ માટે જતી કોસાડની મહિલાને અધવચ્ચે પ્રસવની પીડા શરૂ થતા 108 ઇમરજન્સી સેવાની ટીમે રિક્ષામાં જ પ્રસૂતિ કરાવી માતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. મહિલાનું વધુ પડતું લોહી વહેવા સાથે ગર્ભસ્થ શિશુનું માથુ બહાર દેખાતા 108ની ટીમે ઓટો રિક્ષામાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.

કોસાડ ખાતે શ્રીરામ ચોકડી નજીક પાણીની ટાંકી પાસે રહેતી આરતીબેન સતિષભાઈ મહીડા (ઉં.વ.25)ને સગર્ભાવસ્થાનો નવમો મહિનો ચાલી રહ્યો છે. શનિવારે સવારે આરતીબેન ઓટો રિક્ષામાં તબીબી તપાસ માટે જઈ રહી હતી. દરમિયાન અધવચ્ચે તેણીને પસ્ત્રવ પીડા શરૂ થઈ ગઈ હતી. આરતીબેનની અસહ્ય પીડા જોઈ ઓટો રિક્ષા ચાલકે 108ને કોલ કરી દીધો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં સુવાલી લોકેશનની 108ના ઇએમટી રિંકુબેને રજત અને પાયલોટ ધર્મેન્દ્રભાઈ સ્થળ પર પહોંચી ગયા હતા.

See also  सूरत :  "मन की बात" की 100वीं एपिसोड एवं पूर्व डिप्टी मेयर नीरव शाह के जन्म दिवस के उपलक्ष्य में रक्तदान शिविर आयोजित | सूरत

આરતીબેનનું પ્રસુતિ પહેલા લોહી વધુ પડતુ વહી જવા સાથે ગર્ભસ્થ શિશુનું માથું પણ બહાર આવેલું દેખાયું હતું. જેને લીધે આરતીબેનને હોસ્પિટલ ખસેડાય તો ખાસુ મોડુ થઈ જાય તેમ હોવાથી ઉપરી તબીબી અધિકારીઓના માર્ગદર્શનમાં ઇએમટી રિંકુબેને ઓટો રિક્ષામાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ રિક્ષાને ચાદરથી આડાશ કરી આરતીબેનની પ્રસૂતિ કરાવી હતી. આરતીબેને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. આરતીબેનનું આ ત્રીજુ સંતાન છે. પ્રસૂતિ બાદ માતા અને બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read