HomeNews10%ના ઊંચા વ્યાજે નાણાં ફેરવી આતંક મચાવતો કુખ્યાત વ્યાજખોર ઝડપાયો

10%ના ઊંચા વ્યાજે નાણાં ફેરવી આતંક મચાવતો કુખ્યાત વ્યાજખોર ઝડપાયો


  • રૂ.2 લાખ વસૂલવા ઓફિસમાં ગોંધી રાખી કાપડ વેપારી પર સિતમ ગુજાર્યો હતો
  • નાસતા ફરતા વ્યાજંકવાદી ચિરાગને ક્રાઇમ બ્રાંચે વરાછાથી દબોચી લીધો
  • મારામારી, અપહરણ, વ્યાજખોરી સહિતના 15થી વધુ ગુનાઓ આચાર્યાનો ખુલાસો

10 ટકા ઊંચા વ્યાજે નાણાં ફેરવી આતંક મચાવતા ગોડાદરાના કુખ્યાત ચિરાગ ભરવાડને ક્રાઇમ બ્રાંચે વરાછાથી પકડી પાડયો હતો. વ્યાજે આપેલા 2 લાખ વસૂલવા કાપડ વેપારીને ઓફિસમાં ગોંધી રાખી મળતિયાઓ સાથે મળી બેરહમીપૂર્વક અત્યાચાર ગુજાર્યો હતો. નાસતો ફરતો વ્યાજંકવાદી ચિરાગ આખરે ક્રાઇમ બ્રાંચની ઝપટે ચઢી ગયો હતો.

મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં શ્રી ક્રિષ્ણા હેરિટેજ ખાતે રહેતા અંકુશ વિનોદભાઇ દ્વિવેદી કાપડ વેપારી છે. પાંચેક માસ પહેલાં તેની મુલાકાત ચંદન ઉર્ફે દેવા તિવારી સાથે થઇ હતી. ચંદન દેવા વ્યાજે નાણાં ફેરવવાનો ધંધો કરે છે. ચંદન દેવા પાસેથી તેમણે 2 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. જોકે, અંકુશ વ્યાજે લીધેલી રકમ ચંદન દેવાને ચૂકવી શક્યો ન હતો.

See also  रक्षा अलंकरण : राष्ट्रपति ने सशस्त्र बल कर्मियों को 10 कीर्ति चक्र और 26 शौर्य चक्र प्रदान किए | भारत News

દરમિયાન ગત તા. 17મી ડિસેમ્બરે મોડીરાત્રે ગોડાદરા સ્થિત માધવ શોપિંગ સેન્ટરના પહેલા માળે ઓફિસે લઇ જઇ અંકુશને બેફામ ફટકાર્યો હતો. ગોડાદરા પોલીસે ગુનો નોંધી તબક્કાવાર ચંદન ઉર્ફે દેવા તિવારી બાદ માથાભારે ચિરાગ ભરવાડના ભાઇ મેહુલ રેવા મેર અને મહેન્દ્ર માળીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસ તપાસમાં ચિરાગ ભરવાડનું નામ પાછળથી ખૂલ્યું હતું. ચિરાગ પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. આખરે ક્રાઇમ બ્રાંચની ટીમે ચિરાગ રેવા ભરવાડ (ઉં.વ. 27, રહે. જિગ્નેશનગર સોસાયટી, ગોડાદરા- મૂળ ગઢડા, ભાવનગર)ને વરાછાના ગોપીન ગામેથી પકડી પાડયો હતો.

FIRમાંથી ગાયબ ચિરાગ ભરવાડનું નામ ભારે વિવાદ થતા તપાસમાં ખોલાયું

નામચીન ચિરાગ ભરવાડ રીઢો ગુનેગાર છે. તેની સામે મારામારી, અપહરણ, બળજબરીથી નાણાં કઢાવી લેવા, ધાકધમકી સહિતના 15થી વધુ ગુના અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યા છે. સાગરીતો સાથે મળી વ્યાજખોરીનો ગોરખધંધો કરતા ચિરાગ ભરવાડ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થવાના પણ ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન ગત મહિને ગોડાદરા પોલીસમાં ખંડણીનો ગુનો નોંધાયો હતો. વેપારી દ્વિવેદી પર ચિરાગ ભરવાડના ઇશારે ચિરાગની ઓફિસમાં જ તેના સાગરીત ચંદન દેવા સહિતની ટોળકીએ અત્યાચાર ગુજાર્યો હોવા છતાં પોલીસ ચોપડે તેનું નામ આરોપી તરીકે દર્શાવાયું ન હતું. ગોડાદરાના જ કેટલાક પોલીસકર્મીઓ સાથેના ઘરોબાને કારણે ચિરાગ બેફામ બની ગયો હતો. જોકે, આ કેસમાં ચિરાગને છાવરવાનું પોલીસને ભારે પડી ગયું હતું. ભારે વિવાદ સાથે ઊહાપોહ મચતા આખરે નાક લીટી તાણી પોલીસને ઓન પેપર ચિરાગને આરોપી તરીકે બતાવવાની નોબત આવી હતી.

See also  ડ્રેનેજ લાઈનની કામગીરીને પગલે સેન્ટ્રલ ઝોનના સગરામપુરાનો રસ્તો 44 દિવસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read