HomeNewsહીરાના એકમો બંધ થવાનું શરૃ, મોટાં એકમો શનિવાર સુધીમાં બંધ થશે

હીરાના એકમો બંધ થવાનું શરૃ, મોટાં એકમો શનિવાર સુધીમાં બંધ થશે


-વરાછા, કતારગામ, કાપોદ્રા, માતાવાડી સહિતના વિસ્તારોમાં અંદાજે 10 હજાર જેટલાં નાનાં એકમો છે

સુરત,    

દિવાળીનો
તહેવાર નજીક આવી ગયો છે અને હીરા ઉદ્યોગમાંના એકમો બંધ થવાનું શરૃ થઈ ગયું છે.
મોટા એકમો શનિવાર સુધીમાં બંધ થઈ જશે. જ્યારે નાના એકમો છેલ્લાં બે દિવસથી બંધ
થવાનું શરૃ થયું છે.

વરાછા, કતારગામ, કાપોદ્રા, માતાવાડી સહિતના વિભિન્ન વિસ્તારોમાં અંદાજે
10 હજાર જેટલાં નાનાં એકમો છે. કારખાનેદારોએ કારીગરોને ખર્ચી
અને પગાર ચૂકવીને એકમો બંધ કરવાનું શરૃ કરી દીધું છે. મોટા એકમો હજુ ચાલી રહ્યાં
છે. જે આગામી ચાર દિવસમાં સંપૂર્ણપણે બંધ થઈ જશે.

નાના
એકમો સાથે આશરે બે લાખ કારીગર વર્ગ સંકળાયેલો છે. નાના એકમોમાં
10 ઘંટીથી લઈને 50 ઘંટીઓ ઉપર કારીગરો કામ કરતાં હોય છે, અત્યારે કામ
ઓછું છે. દિવાળીનું વેકેશન શરૃ થતા જ કારીગર વર્ગ ઉજવણી માટે વતન તરફની વાટ પકડવા
માટે આતૂર છે.

See also  अहमदाबाद : प्रमुख स्वामी उत्सव के बाद एक और भव्य धार्मिक कार्यक्रम का आयोजन, जानिए कहां है यह महोत्सव

જેમની
પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે
,
તેવા એકમોમાં કારીગરોને સાચવવામાં આવી રહ્યાં છે. સ્ટોક પૂરો કરવા
માટે ધીમે ધીમે કામકાજ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. કોરોના કાળ પછી હીરા
ઉદ્યોગમાં પરિસ્થિતિમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. ભૂતકાળમાં એકમો મોડી રાત સુધી
ધમધમતાં હતાં
, એવું અત્યારે નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read