HomeNewsહનીટ્રેપ કરી મોટા વરાછાના પ્રૌઢના 16.50 લાખ પડાવનાર 4 મહિલા સહિત 6...

હનીટ્રેપ કરી મોટા વરાછાના પ્રૌઢના 16.50 લાખ પડાવનાર 4 મહિલા સહિત 6 ઝબ્બે


– જવેલરી કંપનીમાં નોકરી કરતા 54 વર્ષના પ્રૌઢનો ફેસબુક મારફત સંપર્ક કર્યા બાદ જાળ બિછાવી રેપનો કેસ કરવા ધમકી આપી હતી

– રૂ.7.50 લાખ પડાવ્યા બાદ અન્ય બે વ્યક્તિએ પોતાની ઓળખ પત્રકાર અને પુણા પોલીસના કર્મચારી તરીકે આપી મેટરને આગળ ન વધવા દેવાની ધમકી આપી બીજા રૂ.9 લાખ પડાવ્યા હતા

સુરત, : સુરતના કતારગામ વિસ્તારમાં જવેલરીની કંપનીમાં નોકરી કરતા મોટા વરાછાના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી રેપનો કેસ કરવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.16.50 લાખ પડાવનાર ચાર મહિલા સહિતની ટોળકીને વરાછા પોલીસે ઝડપી લીધી છે.જયારે પોલીસ અને પત્રકારની ઓળખ આપી પૈસા પડાવનાર બે હજુ વોન્ટેડ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના લાઠીના ભાલવાવના વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં પત્ની સાથે રહેતા 54 વર્ષીય મહેશભાઈ ( નામ બદલ્યું છે ) કતારગામ વિસ્તારમાં જવેલરીની કંપનીમાં નોકરી કરે છે.ગત 7 ડિસેમ્બર 2022 ના રોજ તે નોકરી ઉપર હાજર હતા ત્યારે બપોરે 12 વાગ્યે તેમના ફેસબુક મેસેન્જર ઉપર મીના પટેલના આઇડીથી હેલ્લોનો મેસેજ આવતા તેમણે વળતો મેસેજ કર્યો હતો.એક-બે દિવસ મીના સાથે ચેટથી વાત કર્યા બાદ મીનાએ વિડીયો કોલ કરી વાત કરી પોતે સુરતમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ 12 મી ના રોજ સવારે 11 વાગ્યે મીનાએ વિડીયો કોલ કરી મહેશભાઈને બપોરે બે વાગ્યે સીતાનગર ચોકડી મળવા બોલાવતા તે બાઈક લઈ પહોંચ્યા હતા.ત્યાં મીના આવતા મહેશભાઈ તેને બાઈક પર પાછળ બેસાડી તેના કહ્યા મુજબ નજીકની હરિધામ સોસાયટીના એક મકાનમાં બીજા માળે એક રૂમમાં લઈ ગયા હતા.

See also  ત્રણ વર્ષ પહેલા પત્ની બાળકો લઇને જતી રહેતા ટેન્શનમાં રહેતા વરાછામાં યુવાનનો આપઘાત

મીના તે રૂમ પોતાની માસીનો છે કહી ત્યાં હાજર એક મહિલા સાથે વાત કરી મહેશભાઈને અંદરના રૂમમાં લઈ ગઈ હતી અને નીચે પાથરેલા ગાદલા પર બેસી મહેશભાઈના કપડાં કાઢી નજીક આવી ત્યારે જ બે યુવાન દરવાજાને ધક્કો મારી અંદર આવ્યા હતા.તે પૈકી એક યુવાને મીના પોતાની પત્ની અને બીજા યુવાને પોતાની બહેન હોવાનું કહી મહેશભાઈને માર મારી તેમનો ફોન લઈ પુણા પોલીસ મથકમાં ફોન કરતા થોડીવારમાં વધુ એક યુવાન ત્યાં આવ્યો હતો અને મહેશભાઈને ઝાપટ મારી આધારકાર્ડનો ફોટો પાડી તેમજ તેમનો વિડીયો ઉતારી પતાવટ માટે રૂ.7.50 લાખ માંગ્યા હતા.મહેશભાઈએ પત્નીના દાગીના ગીરવે મૂકી અને બીજેથી વ્યવસ્થા કરી તેમને રૂ.7.50 લાખ આપ્યા હતા.જોકે, ત્યાર બાદ અન્ય બે વ્યક્તિએ પોતાની ઓળખ પત્રકાર અને પુણા પોલીસના કર્મચારી તરીકે આપી મેટરને આગળ ન વધવા દેવાની ધમકી આપી બીજા રૂ.9 લાખ પડાવી લીધા હતા.

See also  મોબાઇલ સ્નેચિંગના વધતાં બનાવો વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની જનતા માર્કેટમાં રેઇડ

બનાવને લીધે ગભરાયેલા મહેશભાઈ ટેંશનમાં રહેતા હોય તેમના ભાઈએ પૂછતા તેમણે વાત કરી હતી અને બાદમાં વરાછા પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવી હતી.વરાછા પોલીસે આજરોજ આ ગુનામાં એક દંપતી, ત્રણ મહિલા અને એક યુવાનની ધરપકડ કરી રોકડા રૂ.5.73 લાખ, સાત મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.6,60,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસની પુછપરછમાં ટોળકીએ પહેલી વખત હનીટ્રેપ કરી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ બનાવમાં પોલીસ અને પત્રકારની ઓળખ આપી પૈસા પડાવનાર બે ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોણ કોણ પકડાયું

(1) ઉત્પલ રમેશભાઈ પટેલ ( ઉ.વ.25, રહે.મકાન નં.બી/104, આશીર્વાદ હાઈટસ, ક્રોસ રોડ, અમરોલી, સુરત )
(2) અરવિંદ જીવરાજભાઈ મુંજપરા ( ઉ.વ.32, રહે.555, સત્યનારાયણ સોસાયટી, મુરધા કેન્દ્રની બાજુમાં, કાપોદ્રા, સુરત )
(૩) તેની પત્ની સંગીતા ( ઉ.વ.31 )
(4) ભાવનાબેન હીરાભાઈ રાઠોડ ( ઉ.વ.39, રહે.302, વિહાર સોસાયટી, સીંગણપોર ચાર રસ્તા, કતારગામ, સુરત )
(5) રેખાબેન મનસુખભાઈ રાઠોડ ( ઉ.વ.37, રહે.144, હરીધામ સોસાયટી, અર્ચના સ્કુલ પાસે, વરાછા, સુરત )
(૬) અલ્કા રજનીકાંતભાઈ ગોંડલીયા ( ઉ.વ.22, રહે.હરીઓમ સોસાયટી, આશ્રમ પાસે, કતારગામ, સુરત )

See also  સુરતમાં બાકી વેરા માટે કડક ઉઘરાણી શરૂ થઈ : રાંદેર ઝોને 25 લાખના બાકી વેરા માટે એક હેલ્થ ક્લબ સીલ કર્યુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read