HomeNewsહથિયાર પરવાનો રીન્યુ કરાવ્યા વગર પિસ્ટલ લઇ ફરતો જમીન દલાલ પકડાયો

હથિયાર પરવાનો રીન્યુ કરાવ્યા વગર પિસ્ટલ લઇ ફરતો જમીન દલાલ પકડાયો


– વર્ષ 2014 માં જૂનાગઢ ક્લેકટરમાંથી પરવાનો મેળવ્યોઃ વર્ષ 2018 બાદ રીન્યુ કરાવ્યા વગર છેલ્લા ચાર વર્ષથી બિન્દાસ્તપણે ફરતો હતો

સુરત
સચિન જીઆઇડીસી નજીક ગભેણી ચોક્ડી પાસેથી જમીન દલાલને જર્મન બનાવટની પિસ્ટલ અને 15 નંગ જીવતા કાર્ટીજ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 માં જૂનાગઢ જિલ્લા ક્લેકટર પાસેથી હથિયાર પરવાનો મેળવ્યા હતો પરંતુ વર્ષ 2018 બાદ પરવાનો રીન્યુ કરાવ્યો ન હતો અને છેલ્લા ચાર વર્ષથી બિન્દાસ્તપણે પિસ્ટલ લઇને ફરતો હતો.
એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે સચિન જીઆઇડીસી નજીક ગભેણી ચોક્ડી પાસેથી જમીન દલાલ મનસુખ પોપટભાઇ મારડીયા (ઉ.વ. 55 રહે. રત્નવિનય એપાર્ટમેન્ટ, ચાંદની ચોક, પીપલોદ અને મૂળ. સર્વોદય બંગ્લોઝ, જોષીપરા, જૂનાગઢ તથા અનીડા, તા. ખાંભા. જિ. અમરેલી) ને ઝડપી પાડી તેની પાસેથી જર્મન બનાવટની પિસ્ટલ (માઉઝર) એક અને 15 નંગ જીવતા કાર્ટીજ કબ્જે લીધા હતા.

See also  સુરતમાં ક્રિકેટ રમતો યુવાન અચાનક ઢળી પડ્યો, સારવાર દરમ્યાન મોત

ઉલ્લેખનીય છે કે મોટા પાયે જમીન દલાલીનો ધંધો કરતા મનસુખ મારડીયાએ વર્ષ 2014 માં સ્વરક્ષણ માટે જૂનાગઢ જિલ્લા ક્લેકટર પાસેથી હથિયાર પરવાનો મેળવ્યો હતો અને તેના આધારે પિસ્ટલ ખરીદી હતી. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે વર્ષ 2018 બાદથી હથિયાર પરવાનો રીન્યુ કરાવ્યો ન હતો. જેથી એસઓજીએ મનસુખ વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read