HomeNewsહજીરામાં ટગ બોટ દરિયામાં પલ્ટી જતાં ડુબેલા બીજા યુવાનની લાશ પણ મળી

હજીરામાં ટગ બોટ દરિયામાં પલ્ટી જતાં ડુબેલા બીજા યુવાનની લાશ પણ મળી


– ૨૨ દિવસ બાદ મુળ વેસ્ટ બંગાળના
સુરજદાસનો મૃતદેહ મળ્યો

 સુરત :

હજીરામાં
૨૨ દિવસ પહેલા ટગ બોટ દરિયામાં પલ્ટી જતાં ડુબી ગયેલા વધુ એક યુવાનનો આજે રવિવારે
મૃતદેહ દરિયા માંથી મળી આવ્યો હતો.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ હજીરા ખાતે પંડિત દિનદયાળ પોર્ટમાં જહાજોને કિનારા પર
લાવવા અને દરિયામાં લઈ જવા માટે ટગ બોટનો ઉપયોગ કરવામાં આવે છે. તા.૭મી રાતે
હજીરાથી જતી રો રો ફેરીની વોયેજ સિમ્ફની શિપને ધક્કો મારીને દરિયામાં લઇ જવા માટે
ટગ જઇ રહી હતી. દરિયામાં જતી વખતે અકસ્માતે ટગ પલ્ટી મારી જતા અંદર સવાર તમામ ૧૦
મેમ્બરો ડુબી ગયા હતા. આથી બચાવો બચાવોની બુમો પાડતા અન્ય ટગ પર સવાર કુ મેમ્બરો
ત્યાં પહોંચીને ડુબી રહેલા ૧૦ પૈકી ૮ને બચાવી લીધા હતા. જોકે
, ગૌતમ ગોસ્તાબિહારી
મંડલ (ઉ.વ.૪૦)
, સુરજાદાસ રમેશ દાસ (ઉ.વ.૧૯, રહે,હજીરા) દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
આ બન્ને મેમ્બરોને આખી રાત શોધવા છતા મળ્યા ન હતા. બાદમાં ફાયર બ્રિગ્રેડની ટીમ
અને કંપનીના કર્મચારીઓએ શોધખોળ કરવા છતા ભાળ મળી ના હતી. દરમિયાન શુક્રવારે બપોરે
ગૌતમનો મૃતદેહ મળ્યા પછી આજે ૨૨ દિવસ બાદ રવિવારે બપોરે દરિયામાંથી ત્યાંના
કર્મચારીઓને સુરજાદાસનો મૃતદેહ મળી આવ્યો હતો. તે મુળ વેસ્ટ બંગાળના કલકતાનો વતની
હતો. આ અંગે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે.

See also  મધ્યાહ્ન ભોજનના રૃા.55 હજાર ચાઉં કરનાર મામલતદાર કચેરીના ક્લાર્કને ત્રણ વર્ષની સખ્તકેદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read