HomeNewsહજીરાની AMNS કંપનીએ ખોટી જમીનનો કબજો લઇ બાંધકામ કરતા દિલ્હીથી તપાસ

હજીરાની AMNS કંપનીએ ખોટી જમીનનો કબજો લઇ બાંધકામ કરતા દિલ્હીથી તપાસ


Updated: Jan 11th, 2023

– ફાળવાયેલી
જમીન અને કબજો સોંપાયો તેજમીન વચ્ચે તફાવત
: ફોરેસ્ટ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી પાસે રિપોર્ટ મંગાયો

             સુરત

હજીરાની
આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપની ( તત્કાલીન એસ્સાર કંપની ) દ્વારા વન સંરક્ષણ
ધારા હેઠળ મંજુર થયેલ વન જમીનના બદલે અન્ય જમીનનો ખોટો કબ્જો લઇ  ગેરકાયદેસર બાંધકામ કર્યાના આક્ષેપ કરતી ફરિયાદ
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કરવામાં ગુજરાત ફોરેસ્ટના અધિકારીઓને તપાસનો આદેશ
અપાયો છે.

હજીરાપટ્ટીની
કંપનીને લઇને કેન્દ્ર સરકારમાં થયેલી ફરિયાદ મુજબ હજીરામાં વન વિભાગના તાબા હેઠળની
જમીનમાં એએનએમએસ દ્વારા ૩૮.૭૧ હેકટર વન જમીન ૩૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ માટે તથા
૨૭.૦૨ હેકટર વન જમીન રો મટીરીયલ્સ હેન્ડલિંગના કામ માટે વન સંરક્ષણની જોગવાઇ મુજબ
માંગણી કરવામાં આવતા હુકમો કર્યા હતા. દરમિયાન આક્ષેપ થયા છે કે
, જે જમીન ફાળવાઇ અને
કબજો સોંપાયો તે જમીન વચ્ચે મોટો તફાવત છે. મંજુર કરવામાં આવેલ વિસ્તારને બદલે
અન્ય વિસ્તાર ફાળવી શકાય નહીં.  વન સંરક્ષણ
ધારાનો ભંગ થતો હોવાથી કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. જેથી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા
મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ
, ફોરેસ્ટ અને કલાઇમેન્ટ ચેન્જના
આસિ. ઇન્સ્પેકટર જનરલ ઓફ ફોરેસ્ટ દ્વારા ગુજરાતના ફોરેસ્ટ વિભાગના પ્રિન્સીપાલ
સેકેટરીને આ બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો.

See also  दिवाली त्यौहारों के सीजन में इस वर्ष लगभग 125 लाख करोड़ के व्यापार की उम्मीद

દરમિયાન
એએમએનએસના પ્રવક્તાએ ફરિયાદને પાયા વિહોણી ગણાવી છે. ગાંધીનગર ફોરેસ્ટ વિભાગે ગત
બીજી જાન્યુઆરીના રોજ કંપની તરફે ચુકાદો આપ્યો હતો. બધું નીતિ નિયમો મુજબ જ થયું
છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read