HomeNewsસ્મીમેર હોસ્પિટલમાં મોબાઈલ બ્લડ ડોનેશન વાનની સુવિધા શરૃ

સ્મીમેર હોસ્પિટલમાં મોબાઈલ બ્લડ ડોનેશન વાનની સુવિધા શરૃ


રક્તદાતાઓને ઘરઆંગણે રક્તદાનની સુવિધા મળતા
સ્વૈચ્છિક રકતદાનને વેગ મળશે

સુરત :

મહાનગરપાલિકાની
સ્મીમેર હોસ્પિટલને ઈન્ટસ ફાઉન્ડેશન તરફથી મળેલી મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું આજે
શુક્રવારે મેયરે પ્રસ્થાન કરાવ્યું હતું.

સ્મીમેર
હોસ્પિટલને મોબાઈલ બ્લડ ડોનેશન વાન મળવાથી હોસ્પિટલ સુધી આવીને બ્લડ આપવામાં તફલીફ
હોય એવા રક્તદાતાઓ માટે ખૂબ ઉપયોગી નીવડશે. આ વાનથી રેગ્યુલર બ્લડ ડોનરને પોતાના રહેણાંક
કે કામની જગ્યાની નજીક બ્લડ ડોનેશન માટે એક બ્લડ બેન્ક જેવા જ વાતાવરણયુક્ત સુવિધા
આપી શકાશે. બ્લડ ડોનેશન કેમ્પ પણ સરળતાથી થઈ શકશે. અત્યાધુનિક વાનથી બ્લડ ડોનરને રિએકશન
પણ ઓછા આવવાની શક્યતા છે.  આ વાનમાં એક સાથે
૪ દાતા બ્લડ ડોનેટ કરી શકે તે માટે બે ડોનર ચેર તથા બે બેડની વ્યવસ્થા છે. ઉપરાંત
, અદ્યતન સાધનથી બ્લડ મિક્ષ
થઈ શકે તે માટે ૪ બ્લડ કલેક્શન મોનિટરની વ્યવસ્થા છે એમ સ્મીમેરના બ્લડ બેન્કના ડો.
અંકિતાબેન શાહે જણાવ્યુ હતું.

See also  વિરારમાં સોનાચાંદીની રિફાઇનરી ચલાવતા યુવાનને રીક્ષામાં આગળ પાછળ બેસાડી ચાલક-ત્રણ સહપ્રવાસી રૂ.58 હજાર સેરવી ફરાર

નોંધનીય
છે કે
, વર્ષ
૨૦૧૫થી સ્મીમેર બ્લડ બેંક દસ હજારથી વધુ રક્તદાતાઓ પાસેથી રક્ત એકત્ર કરે છે
,
અને આશરે ૨૦,૦૦૦ જેટલા જરૃરિયાતમંદ દર્દીઓને
લોહી પૂરૃ પાડે છે. વર્ષ ૨૦૦૪થી કાર્યરત અને સ્મીમેર બ્લડ બેંકમાં આશરે ૯૦-૯૫ ટકા
યુનિટ રક્તદાન શિબિર દ્વારા એકત્ર થાય છે. વર્ષ ૨૦૧૮થી સ્મીમેર બ્લડ બેંકને
આઇએચબીટી ડિપાર્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read