HomeNewsસ્મીમેરમાં ચાલી નહીં શકતા દર્દીને કાઢી મુકાયાની ફરિયાદ બાદ ફરી દાખલ કરાયો

સ્મીમેરમાં ચાલી નહીં શકતા દર્દીને કાઢી મુકાયાની ફરિયાદ બાદ ફરી દાખલ કરાયો


  • રદ થયેલો માલ બદલી મિન્ત્રા કંપનીના કર્મચારીઓએ લાખનું કૌભાંડ આચર્યું
  • 4 કર્મચારીઓ સહિત છને પોલીસે દબોચ્યા. 13.88 લાખનું કાપડ કબજે
  • જાવેદ સલીમ શેખ અને એઝાઝ નાસીરખાનની ધરપકડ કરી હતી.

ઓનલાઇન શોપિંગ એપ મિન્ત્રા ઉપર જે ગ્રાહકોએ રિજેક્ટ કર્યા બાદ પરત મોકલાવેલું ડ્રેસ મટીરિયલ પુણામાં કંપનીના ગોડાઉનમાં નોકરી કરતાં મેનેજર અને ડિલિવરી બોય સહિતના કર્મચારીઓએ જ બદલીને તેને બદલે હલકી ગુણવત્તાનો માલ મૂકી રિટેલર સાથે છેતરપિંડી કરતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે ચાર કર્મચારીઓ તથા માલ લેનાર વેપારીઓ સહિત છની ધરપકડ કરી હતી.

પુણા-કુંભારિયા રોડ ઉપર આશીર્વાદ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઇન્ડોએરા ડિઝાઇનના નામે ઓનલાઇન કાપડનો ધંધો કરતા અંબરીશ મિયાણીની કંપની દ્વારા ઓનલાઇન શોપિંગ સાઇટ મિન્ત્રા, એમેઝોન અને ફ્લીપકાર્ટ સાથે ટાઇઅપ કર્યું છે. અંબરીશભાઇની કંપની દ્વારા આ ત્રણેય સાઇટ ઉપર પોતાના ડ્રેસ મટીરિયલ્સનું વેચાણ કરવામાં આવે છે. જેની ડિલિવરી આ ત્રણેય કંપનીના કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. રિટર્ન થયેલો માલ પણ આ કંપનીના ગોડાઉનમાં પહેલા આવે છે ત્યાંથી જે તે વેપારીને પરત કરવામાં આવે છે.

See also  Surat Triple Murder Case: Now The Police Have Come Into Action.. More Than 200 Policemen Have Started Night Combing

બીજી બે શોપિંગ સાઇટ ઉપરથી રિટર્ન થયેલા માલમાં તો કોઇ સમસ્યા ન હતી, પરંતુ મિન્ત્રા ઉપરથી રિજેક્ટ થયેલો માલ બદલાઇને આવતો હતો. ગ્રાહકે કરેલા માલને બદલે હલકી ગુણવત્તાનો અને બીજી જ કંપનીનો માલ નીકળતો હોઇ મામલો શંકાસ્પદ લાગ્યો હતો. છેલ્લા છ મહિનાથી આ રીતે 15 લાખના રિટર્ન માલમાં ગરબડ કરવામાં આવી હોઇ વેપારીએ ત્વરિત પૂણા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ કોમ્પ્લેક્સમાં જ આવેલાં મિન્ત્રા કંપીનાના ગોડાઉનમાં રેઇડ કરી હતી.

આ કૌભાંડમાં ગોડાઉનના મેનેજર દીપક રવીન્દ્ર પાટીલ, બારકોડ સ્કેનિંગ કરતો અઝહર કરીમખાન પઠાણ, પીક-અપ બોય નિલેશ ઉર્ફે ભૂષણ સુરેશ પાટીલ અને સશાંક સુભાષ પાટીલની ધરપકડ કરી હતી. આ ચારેય કર્મચારીઓ આ વેપારીનો પરત આવેલો માલ બદલી હલકી ગુણવત્તાનો માલ મૂકી દેતા હતા. બદલી કરેલો માલ બીજા વેપારીઓને વેચી દેતા હતા. માલ વેચવામાં મદદરૂપ જાવેદ સલીમ શેખ અને એઝાઝ નાસીરખાનની ધરપકડ કરી હતી.

See also  આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પડકાર નથી: પુરુષોત્તમ રૂપાલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read