HomeNewsસ્ટાફની અછત વચ્ચે સુરત એરપોર્ટ ખાતે નવા ચાર ઓફિસરોની નિમણૂંક થશે

સ્ટાફની અછત વચ્ચે સુરત એરપોર્ટ ખાતે નવા ચાર ઓફિસરોની નિમણૂંક થશે


Updated: Jan 16th, 2023


– 4 એરટ્રાફિક કંટ્રોલર અને ડીજીએમની નિમણૂંક થતાં ફરી એકવાર એરપોર્ટ 24 કલાક ધમધમતું થશે

સુરત,તા.16 જાન્યુઆરી 2023,સોમવાર     

સુરતના એરપોર્ટ ઉપર એટીસી બિલ્ડીંગમાંમાં છેલ્લા ઘણા વખત થી સ્ટાફ ની અછત છે. પરંતુ આ સ્ટાફની અછત વચ્ચે એરપોર્ટ પર નવા ચાર એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આ ચારેય અધિકારી હાલમાં ટ્રેનિંગ હેઠળ છે આગામી થોડા દિવસોમાં જ ચાર્જ લઇ લે તેવી શક્યતા છે.અને  હવે ફરીવાર એરપોર્ટ 24 કલાક ધમધમતુ રહેશે.

છેલ્લા કેટલાક સમય થી સુરતના એરપોર્ટથી એર ટ્રાફિક કંટ્રોલમાં સ્ટાફળની અછત હોવાનું વાતો આવી રહી છે.જેના કારણે ઘણીવાર સમસ્યાઓ પણ સર્જાઈ છે. જેમકે હાલ થોડા દિવસો પહેલા જ દિલ્હીની ફલાઇટ 45 મિનિટ વહેલા આવી ગઇ હતી અને તે સમયે એટીસી બિલ્ડીંગમાં કોઇ સ્ટાફ હાજર ના હતો.એવા સમયે  ફલાઇટે 15 મિનિટ સુધી હવામાં રાઉન્ડ મારવા પડ્યા હતા.જો કે એટીસી બિલ્ડીંગમાં સ્ટાફ આવી ગયા બાદ આ  ફલાઇટને લેન્ડ કરાવવામાં આવી હતી. આ ઘટના બાદ હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટ માટે નવા ચાર એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસરની નિમણૂંક કરવાના આવી છે.આ ચારેય ઓફિસરોને હાલમાં ટ્રેનીંગ આપવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં તે સુરતના એરપોર્ટ ઉપર ચાર્જ પણ લઇ લેશે. આ ઉપરાંત એક ડીજીએમની પણ નિમણૂંક કરવામાં આવી છે જેઓ હાલમાં એરપોર્ટ ઉપર ફરજ બજાવે છે.

See also  સુરતમાં 8મી જાન્યુઆરીએ પહેલી વાર પાલિકા દ્વારા સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન

2018માં સુરતનું એરપોર્ટ 24 કલાક ધમધમતું હતું, અને  ફલાઇટની સંખ્યા પણ વધુ હતી.  હવે કોવિડના ત્રણ વર્ષ બાદ નવા ટ્રાફિક ઓફિસરો આવી જતા આગામી દિવસોમાં ફરીવાર એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read