HomeNewsસુરત : 5 હજારથી વધુ વસ્તી ધરાવતા ઓલપાડના કુડસદ ગામને લોકલ ટ્રેનનું...

સુરત : 5 હજારથી વધુ વસ્તી ધરાવતા ઓલપાડના કુડસદ ગામને લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવા માગ


સુરત, તા. 25 ઓક્ટોબર 2022 મંગળવાર

ઓલપાડના કુડસદ ગામની પાંચ હજારની વસ્તી હોવાની સાથે ગામમાંથી અનેક ટ્રેનો પસાર થતી હોવાછતા સ્થાનિકોને જ ટ્રેનનું સ્ટોપેજ નહીં મળતા લોકલ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ ઉઠી છે. સ્ટોપેજ આપવામાં આવે તો ગામમાંથી ભણવા જતા વિદ્યાર્થીઓ કે નોકરીયાત વર્ગોને મોટો ફાયદો થાય તેમ છે.

ઓલપાડ તાલુકાના કુડસદ ગામની અંદાજિત પાંચ હજારની વસ્તી છે. અને આ ગામની નજીકમાં કીમ રેલ્વે સ્ટેશન આવ્યુ છે. આથી ગામજનો કીમ સુધી લંબાવવુ પડે છે. આ ગામની પાંચ હજાર વસ્તીમાં મોટાભાગના નોકરી ધંધા માટે કે કામ અર્થે બહાર જનારાઓની કે ભણવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આથી ગ્રામજનોએ કીમ સુધી જવુ પડે છે. અને ત્યાંથી સુરત, નવસારી, અંકલેશ્વર, અમદાવાદ, વાપી સુધી જવું પડે છે.

See also  सूरत : पहली बार विश्वविद्यालय के दीक्षांत समारोह में ड्रेस कोड होगा, 600 का कुर्ता 1565 में दिया जाऐगा | सूरत

વળી ભૂતકાળમાં પશ્ચિમ રેલ્વે દ્વારા કુડસદ ગામને ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યુ હતુ. પરંતુ કોઇ કારણસર રેલ્વેએ સ્ટોપેજ રદ કરી દેતા છેલ્લા ઘણા વખતથી મુશ્કેલી વેઠી રહેલા ગ્રામજનોએ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરને રજુઆત કરીને કુડસદ ગામને સ્ટોપેજ આપવા માગ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read