HomeNewsસુરત: હીરા દલાલ પાસેથી વેચવા માટે લીધેલા 11 લાખના હીરા સગેવગે

સુરત: હીરા દલાલ પાસેથી વેચવા માટે લીધેલા 11 લાખના હીરા સગેવગે


  • ઉઘરાણી કરાઇ તો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હતા
  • વેપારીને બતાવવા હીરા પોતાની પાસે રાખ્યા હતા
  • રાહુલ બંસલ સામે 11 લાખની ઠગાઇનો ગુનો નોંધ્યો

કતારગામમાં લલીતા ચોકડી ખાતે નીલકંઠ સોસાયટીમાં રહેતા નિકુંજ જીવરાજ રાવળ હીરા દલાલ છે. 3 માસે પહેલાં 11 લાખની કિંમતના બે હીરા ઓળખીતા દલાલ નરેશ વેકરિયાને વેચવા માટે બતાવ્યા હતા. નરેશ વેકરિયાએ વેપારીને બતાવવા માટે તે હીરા પોતાની પાસે રાખ્યા હતા. તેઓ હીરા ચેક કરતા નેચરલ હોવાનું બહાર આવ્યું હતુ. વેપાર નક્કી થાય ત્યારે જીઆઇએ સર્ટિફિકેટ આપવાનું તેઓ વચ્ચે નક્કી થયું હતુ. ત્યારબાદ નરેશ વેકરિયાએ વેપારી રાહુલ બંસલ સાથે હીરા વેચાણ અંગે સંમત્તિ થઇ હોવાનું જણાવ્યું હતુ.

વેપારીને બતાવવા હીરા પોતાની પાસે રાખ્યા હતા

See also  टी-20 विश्व कप : पैट कमिंस ने लगातार दूसरे मैच में ली हैट्रिक, रचा इतिहास | Loktej क्रिकेट News

 નિકુંજભાઇએ રોકડમાં પેમેન્ટ આપવાની વાત કરતા ડખો થયો હતો. આખરે નિકુંજભાઇએ હીરા પરત માંગી લીધા હતા. જોકે, નરેશ વેકરિયા હીરા પરત કરવામાં આનાકાની કરતા હતા. વેકરિયા વેપાર થઇ ગયો હોવાનું જણાવી પેમેન્ટમાં વિલંબ કરતા હતા. નિંકુજભાઇએ પોલીસ કેસ કરવાની વાત કરી તો વેકરિયાએ એલફેલ બોલી ધાક-ધમકી આપી હતી. વધુમાં નિકુંજ રાવળ ઉઘરાણી કરે તો વીડિયો બનાવી ધાક-ધમકી આપતા હતા. આખરે નિકુંજ રાવળે ફરિયાદ આપતા મહિધરપુરા પોલીસે નરેશ બાબુ વેકરિયા અને રાહુલ બંસલ સામે 11 લાખની ઠગાઇનો ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read