HomeNewsસુરત સ્ટેશનના પાર્સલ વિભાગમાં DRIએ રૃા.40લાખની વિદેશી સિગારેટ ઝડપી

સુરત સ્ટેશનના પાર્સલ વિભાગમાં DRIએ રૃા.40લાખની વિદેશી સિગારેટ ઝડપી


વીતેલા નાણાંકીય વર્ષમાં ગુજરાત ડીઆરઆઇએ સ્મગ્લીંગ કરી લવાયેલી કુલ 138 કરોડની વિદેશી, ઇ-સિગારેટ ઝડપી


સુરત

વીતેલા નાણાંકીય વર્ષમાં ગુજરાત ડીઆરઆઇએ સ્મગ્લીંગ કરી લવાયેલી કુલ 138 કરોડની વિદેશી, ઇ-સિગારેટ ઝડપી

સુરત  ડીઆરઆઈએ ગેરકાયદે તંબાકુ પ્રોડક્ટ્સના પગપેસારા
સામે લડત ચલાવવાની નેમ સાથે વધુ એકવાર સુરત રેલ્વે સ્ટેશન પર સ્મગલીંગથી મોકલવામાં
આવેલા કુલ રૃ.
40 લાખની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કરી કસ્ટમ એક્ટના ભંગ બદલ કાર્યવાહી
હાથ ધરી છે.

સુરત  ડીઆરઆઈના ઈન્ટેલિજન્સ વિભાગને મળેલી બાતમીના આધારે
ચેન્નાઈથી સુરત રેલ્વે સ્ટેશન પર પાર્સલ વિભાગમાં આવેલા કેટલાક પાર્સલને અટકાવીને તપાસ
હાથ ધરી હતી. જે દરમિયાન તેમાંથી સ્મગલીંગથી મંગાવવામાં આવેલી
1,96,320  વિદેશી સિગારેટની વિવિધ બ્રાન્ડનો ગેરકાયદે જથ્થો
ઝડપાયો હતો. જેની બજારકિંમત
40 લાખની થતી હોઈ કસ્ટમ વિભાગે વિદેશી
સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે.

See also  લોનના હપ્તા નહી ભરાતા ગોડાદરાના 35 વર્ષના યુવાનનો આપઘાત

અત્રે
નોંધનીય છે કે ડીઆરઆઈ ગુજરાત દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી
સ્મગલીંગથી મંગાવવામાં આવતી વિદેશી સિગારેટ અને નિકોટીન પ્રોડક્સ પર સકંજો કસવાનું
જારી રાખ્યું છે.

વીતેલા
નાણાંકીય વર્ષમાં ગુજરાત ડીઆરઆઈએ દાણચોરીથી મંગાવવામાં આવેલી
2,88,40,800 સ્ટીક
વિદેશી સિગારેટનો જથ્થો તથા
2,86.198 સ્ટીક ઈ-
સિગારેટ(વેપ્સ)નો જથ્થો જપ્ત કર્યો છે.જેની કુલ કિંમત
138
કરોડ જેટલી થવા જાય છે.અત્રે નોંધનીય છે કે ડીઆરઆઈએ માત્ર પોર્ટ કે
, હાઈ-વે મારફતે જ નહીં પરંતુ રેલમાર્ગે પણ નવતર સ્વરૃપે કરવામાં આવતી
વિદેશી સિગારેટની દાણચોરીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને તોડી પાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read