HomeNewsસુરત સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર ન મળતા મૃત બાળકને લઇને ફરતો રહ્યો પિતા

સુરત સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર ન મળતા મૃત બાળકને લઇને ફરતો રહ્યો પિતા


  • બીમાર બાળકને સારવાર આપવામાં વિલંબ કરતા મોત
  • એક કલાક સુધી બાળકને લઇ હોસ્પિટલમાં પિતા ભટકતો રહ્યો
  • સિવિલ હોસ્પિટની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. તેમાં બીમાર બાળકને સારવાર આપવામાં વિલંબ કરતા મોત થયુ છે. તેમજ એક કલાક સુધી બાળકને લઇ હોસ્પિટલમાં પિતા ભટકતો રહ્યો છતાં સારવાર આપવામાં આવી ન હતી.

સિવિલ કેમ્પસમાં સ્ટ્રેચર ન મળતા મૃત બાળકને લઇને ફરતો રહ્યો પિતા
ઉલ્લેખનીય છ કે સમયસર સારવાર ન મળતા બાળકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જેમાં સિવિલ કેમ્પસમાં મૃત બાળકને પિતા લઇને ફરતો રહ્યો હતો. તેમજ બાળકના મૃતદેહને લઇ જવા માટે સ્ટ્રેચર પણ હોસ્પિટના સત્તાધારી લોકોએ આપ્યું નહી. તેથી લાચાર પિતા મૃત બાળકને ખભા પર લઇ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા.

See also  Surat News: પાલી દુર્ઘટના બાદ મનપાએ માનદરવાજા ટેનામેન્ટના નળ કનેક્શન કાપ્યા,જુઓ Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read