HomeNewsસુરત સિવિલમાં દિવાળી ટાણે અંગદાનથી ઉજાસ ફેલાયો : ત્રણ વ્યક્તિને નવજીવન

સુરત સિવિલમાં દિવાળી ટાણે અંગદાનથી ઉજાસ ફેલાયો : ત્રણ વ્યક્તિને નવજીવન


અકસ્માત બાદ બ્રેઇનડેડ જાહેર થયેલા
પાંડેસર ઇશ્વર નગરના પ્રૌઢ ધર્મેન્દ્ર રાજપુતના પરિવારે બે કિડની અને લીવરનું દાન
કરી માનવતા મહેંકાવી

 સુરત :

 અકસ્માત થતા બાદ બ્રેઈન ડેડ જાહેર થયેલા  સુરતના પાંડેસરાના  પ્રૌઢના કિડની અને લીવર દાન કરીને તેમના
પરિવારે સમાજને નવી દિશા બતાવીને  માનવતા
મહેંકાવવા સાથે ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું છે.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ બિહારના જમુઈના વતની અને હાલમાં પાંડેસરામાં કૈલાશ
ચોકડી પાસે ઈશ્વર નગરમાં રહેતા ૫૬ વર્ષના ધર્મેન્દ્ર વિજયનારાયણ સિંગ રાજપુત તા.૨૦
મીએ સવારે બાઈક પર ઈચ્છાપોરના ભાટપોર ખાતે કંપનીમાં બાઇક પર નોકરીએ જવા નીકળ્યા
હતા. તે સમયે મગદલ્લા-હજીરા રોડ પર ઓએનજીસીના ગેટ નં.૧ નજીક પુરપાટ હંકારતા હાઈવા
ટ્રકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થતાં સારવાર માટે નવી
સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે
,
શનિવારે ત્યાંના ડૉક્ટરે તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. બાદમાં
સિવિલના સિનિયર ડૉક્ટર સહિતના વ્યક્તિઓએ તેમના પરિવારજનોને અંગદાન અંગેનું મહત્વ
સમજાવ્યું હતું. જેથી તેમના પરિવારે તેમની બે કિડની અને લીવરનું કર્યું હતુ. જેને
સિવિલ તંત્ર દ્રારા ત્રણ જરૃરીયાતમંદને નવી જીદગી મળે તે માટે અમદાવાદની કિડની
ઇન્સ્ટિટયૂટમાં મોકલવામાં આવી હતી. સિવિલમાં લાંબા સમય પછી અંગદાન થયુ હોવાનું
સિવિલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું.

See also  મેયર બંગલો સહિત વધુ 28 સ્થળે સોલાર પેનલથી પાલિકા વીજળી મેળવશે

દરમિયાન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રવિવારે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને અંગદાન કરનાર
પરિવારજનોની મુલાકાત લીધી હતી. દિવાળીના પર્વ સમયે પરિવારની આ કામગીરીને ખૂબ જ
શ્રેષ્ઠ ગણાવી બિરદાવી ખુબ જ પ્રસંશા કરી હતી.

બ્રેઇનડેડ
જાહેર થયેલા ધર્મેન્દ્રને ચાર સંતાન છે. તેમની અને તેમની પત્ની ઇન્દુબેનની ઇચ્છા
હતી કે
, જરૃરીયામંદ
વ્યકિતને નવ જીવન મળે તે માટે અંગદાન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read