HomeNewsસુરત શિક્ષણ સમિતિની સ્કૂલમાં આનંદ મેળા સાથે પતંગ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ

સુરત શિક્ષણ સમિતિની સ્કૂલમાં આનંદ મેળા સાથે પતંગ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ


Updated: Jan 12th, 2023


– સુરત પાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાન પણ આપવાનો પ્રયાસ

– પતંગ બનાવવાની સ્પર્ધામાં બાળકોની કળા બહાર આવે તો આનંદ મેળામાં ગણિત સાથે નફા નુકસાન અને સમુહ ભાવનાના પાઠ પણ શીખવવામાં આવે છે 

સુરત,તા.12 જાન્યુઆરી 2023,ગુરુવાર

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળકોને શિક્ષણ આપવા સાથે સાથે સ્વચ્છતા ના પાઠ અને દુનિયાદારીના પાઠ શિખવવા માટે અવનવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સુરતની સ્કૂલમાં વિજ્ઞાન અને ગણિત મેળા સાથે સાથે  હવે આનંદ મેળો અને બાળકોમાં રહેતી શક્તિ બહાર કાઢવા માટે વિવિધ તહેવારો ને સાંકળીને સ્પર્ધાનું પણ આયોજન કરવામા આવી રહ્યું  છે. 

See also  झारखंड में माओवादियों का खतरनाक मंसूबा विफल, विस्फोट से पहले 35 आईईडी बरामद | प्रादेशिक News

સુરત શહેરમાં હાલ ઉત્તરાયણનો માહોલ છે અને ચારેય તરફ પતંગ પતંગ જોવા મળી રહ્યાં છે ત્યારે બાળકોમાં રહેતી કલાને બહાર કાઢવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોસાડની 278 નંબરની સ્કુલ જે કિશોર મશરુવાલા સ્કુલ તરીકે ઓળખાઈ છે તેમાં પતંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓના એઇજ ગ્રુપને ધ્યાનમાં રાખી સ્કુલના ધોરણ 1થી 5ના ગૃપમાં અને ધોરણ 6થી 8 ના ગ્રુપમાં પતંગ બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. ભાગ લેનાર બાળકો ઘરેથી સામગ્રી લાવ્યા હતા અને તેઓએ જુદા જુદા પતંગ બનાવીને કળા બતાવી હતી. બાળકોમાં રહેતી આવી શક્તિ બહાર લાવવા માટે તહેવારને સાંકળીને સ્પર્ધા કે ઉજવણી કરવામાં આવી રહી છે. 

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ડો. અબ્દુલ કલામ પ્રાથમિક શાળા ક્રમાંક 333 માં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કુલના શિક્ષકો કહે છે બાળકો આનંદની સાથે દુનિયાદારી શિખવવા સાથે શિક્ષણ પણ મળી રહે તેવો પ્રયાસ કરવામા આવે છે. આનંદ મેળામાં ચાર બાળકોની ટીમ બનાવી તેઓમાં સંઘ ભાવના થાય છે અને ત્યાર બાદ તેઓ ભેગા થઈને આનંદ મેળામાં કોઈ વસ્તુનું વેચાણ કરે તેમાં તેઓએ સરખી ભાગીદારીથી પૈસા કાઢવાના હોય અને સરખી મહેનત કરવાની હોય છે. આ ઉપરાંત અન્યો સાથે ખરીદ વેચાણની ડીલ કેવી રીતે થાય તેનો અનુભવ પણ અહી બાળકોને મળે છે. આ ઉપરાંત આનંદ મેળો પુરો થાય ત્યારે જે નફો મળે તે સરખે હિસ્સે વહેંચવા સાથે સાથે જ્યાં તેઓએ સ્ટોલ મુક્યો હોય ત્યાં સફાઈ કરી સ્વચ્છતાના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યાં છે. 

See also  जान्हवी कपूर ने वर्क-फिटनेस बैलेंस के अपने राज साझा किए | मनोरंजन, ज़रा हटके, फिचर

સમિતિની સ્કૂલો પણ હવે આધુનિક બની છે આનંદ મેળામાં વાલી અને બાળકો માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે જ્યાં તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકે છે. આમ બાળકોને પાલિકાની શાળામાં અભ્યાસ સાથે સાથે દુનિયાદારીના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read