HomeNewsસુરત શિક્ષણ સમિતિના બાળ વૈજ્ઞાનિકોએ યાંત્રિક ઉર્જાનો વિદ્યુતમાં રૂપાંતરના પ્રયોગ સાથે સ્માર્ટ...

સુરત શિક્ષણ સમિતિના બાળ વૈજ્ઞાનિકોએ યાંત્રિક ઉર્જાનો વિદ્યુતમાં રૂપાંતરના પ્રયોગ સાથે સ્માર્ટ શુઝનું મોડલ બનાવ્યું


આ ઉપરાંત યાંત્રિક ઉર્જાનો વિદ્યુત માં રૂપાંતરના પ્રયોગ સાથે સ્માર્ટ શુઝ પણ આ બાળ વિજ્ઞાનીકોએ બનાવ્યા છે. આવા પ્રોજેક્ટ કુતૂહલનો વિષય બન્યા છે

સુરત, તા. 18 ડિસેમ્બર 2022 રવિવાર

સુરત પાલિકા શિક્ષણ સમિતિના વિજ્ઞાન મેળામાં ડીંડોલીના મહર્ષિ આસ્તિક સ્કૂલ ના વિદ્યાર્થીઓએ સ્માર્ટ શુઝ તૈયાર કર્યા છે. વિજ્ઞાનના યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર નિયમનો ઉપયોગ કરી આ સ્માર્ટ શુઝ નું મોડલ બનાવવામાં આવ્યું છે. વ્યક્તિની શારીરિક હલનચલન દરમિયાન વપરાતી બાયો-કિનિકલ ઉર્જાના વ્યકિત પોતાને ઉપયોગી અન્ય પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરી તેનો ઉપયોગ લો-પાવર બેટરી સંચાલિત ઉપકરણોને ચાર્જ કરવા માટે થઈ શકે તેવો હેતું છે.રોજબરોજની અવરજવર દરમિયાન વપરાતી ઊર્જાના થોડાક ભાગનું જે તે વ્યકિત પોતાને ઉપયોગી અન્ય પ્રકારની ઊર્જામાં રૂપાંતર કરી શકે તેવા શૂઝનું નિર્માણ કરવામાં આવ્યું છે.

See also  સુરત એરપોર્ટ પરથી રૂ.67 લાખના બિનવારસી સોનાના બિસ્કીટ મળ્યા

બુટના અંદરના ભાગની ગાદીની નીચે ત્રણ પીઝોની પ્લેટની સર્કીટ ફીટ કરી તેની સાથે બૅટરીનું જોડાણ કર્યું છે સ્માર્ટ શૂઝ પહેરેલ વ્યક્તિ જ્યારે ચાલશે ત્યારે શૂઝમાં રહેલ પીઝો પ્લેટ પગ દ્વારા લગાવવા માં આવતા બળની યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાતર કરશે. આ ઉત્પન્ન વિદ્યુત ઉર્જા વડે બેટરી ચાર્જ કરશે. આ બેટરી ના ઉપયોગ થી મોબાઇલ ચાર્જ કરી શકાશે અને અંધારામાં બુટમાં ફિટ LED લાઈટને પણ પ્રકાશિત કરી શકાશે. તે ઉપરાંત માઈક્રો કંટ્રોલરને પાવર સપ્લાય આપી શકાય. અલ્ટ્રાસોનિક સેન્સર વડે માઈક્રો કન્ટ્રોલર શૂઝની નજીકના કોઈ ઓબ્જેક્ટનું અંતર માપશે અને બઝર વગાડીને એલર્ટ કરશે. તથા સ્માર્ટ શૂઝ પહેરેલ વ્યક્તિ કેટલા સ્ટેપ્સ ચાલશે તે પણ માઈક્રો કંટ્રોલર માપીને LED પર ડિસ્પ્લે કરશે તે પ્રકારનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આવા વૈજ્ઞાનિક પ્રયોગથી બનાવવામાં આવેલા મોડલ વિજ્ઞાન મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

See also  સુરત કલેકટરમાં રજુ થયેલી 400 ફાઇલમાં જુની જંત્રી મુજબ જ પ્રિમીયમ વસુલ કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read