HomeNewsસુરત શહેરમાં પેટમાં દુઃખાવાની ફરિયાદના 30 ટકા કેસ વધ્યા

સુરત શહેરમાં પેટમાં દુઃખાવાની ફરિયાદના 30 ટકા કેસ વધ્યા


  • વાઇરલ એન્ટ્રાઈટીસને લીધે આંતરડા પર આવતો સોજો કારણભૂત
  • લગ્ન સિઝનનો જમણવાર અને હેવી ખોરાક પણ જવાબદાર
  • ત્રણથી ચાર દિવસે દર્દી સાજો થઈ જાય છે, કોઈ ગંભીર સમસ્યા નહિ 

છેલ્લા દોઢ-બે માસથી શહેરીજનોમાં પેટમાં દુઃખાવાની ફરિયાદ સતત સાંભળવા મળી રહી છે. તબીબો પાસે આવતા આ પ્રકારના કેસ ૩૦ ટકા જેટલા વધ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વાઈરલ ઇન્ફેક્શન અર્થાત વાઈરલ એન્ટ્રાઈટીસને કારણે આંતરડા પર આવતો સોજો પેટના દુઃખાવા પાછળ કારણભૂત હોવાનું તબીબોનું કહેવું છે. જે રીતે વાઈરલ ઇન્ફેક્શન થતા શરદી, ફેફ્સામાં ઇન્ફેક્શન થતા ખાંસી આવે છે, તે જ રીતે આંતરડામાં વાઈરલ ઇન્ફેક્શન થતા પેટમાં ચૂંક આવીને દુઃખાવો ઉપડે છે. ઘણા કેસમાં ફક્ત પેટમાં દુઃખાવો થાય છે, તો કેટલાક કેસમાં ખોરાક કે પ્રવાહી લીધાના ગણતરીની મિનિટોમાં પેટમાં દુઃખાવો શરૂ થયા બાદ ઝાડા-ઊલટી પણ થાય છે. જોકે, આ પ્રકારના કેસમાં કોઈ કોમ્પ્લિકેશન થતા નથી. પરંતુ સમયસર તબીબી સારવાર લેવી હિતાવહ હોવાનું તબીબો જણાવી રહ્યાં છે.

See also  अजब-गजब : कुछ इस तरह अब हवा में होगी आलू की खेती, जानिए पूरी कहानी

ત્રણ-ચાર દિવસ તકલીફ રહે છે

બહારના ખાદ્ય પદાર્થ, હેવી ખોરાક તેમજ વાઈરલ ઇન્ફેક્શન લોકોમાં ઉઠેલી પેટમાં દુઃખાવાની ફરિયાદ માટે કારણભૂત છે. મારા ક્લિનિકમાં દરરોજ આવા ચારથી પાંચ કેસ આવી રહ્યા છે. જોકે, આ પ્રકારના કેસમાં કોઈ કોમ્પ્લિકેશન થતા નથી. ત્રણથી ચાર દિવસે દર્દી સાજો થઈ જાય છે.

– ડૉ. વિનોદ શાહ (માજી પ્રમુખ, આઇએમએ-સુરત)

દરરોજ દસેક કેસ આવે છે

ખાવા-પીવા બાબતે ધ્યાન રાખ્યું હોય તો પણ ઘણા કેસમાં પેટમાં દુઃખાવાની ફરિયાદો જોવા મળી રહી છે. મારી હોસ્પિટલમાં દરરોજ આવા દસેક કેસ આવે છે. વાઈરલ એન્ટ્રાઈટીસને કારણે આંતરડા પર સોજો આવતા આ તકલીફ થાય છે. આ વર્ષે આવા કેસ ૩૦ ટકા જેટલા વધ્યા છે.

See also  ऑनलाइन होटल लिस्टिंग का फायदा उठाकर देश भर में नकली कस्टमर केयर नंबरों के साथ लोगों को ठग रहे हैं स्कैमर | भारत

– ડૉ. મેહુલ ભાવસાર (ફિઝિશિયન)

રોટા વાઈરસ પણ એક કારણ

લગ્નસિઝન પછી લોકોમાં પેટમાં દુઃખાવાની ફરિયાદ સંભળાય છે. રસોઈ સારી હોય પણ સ્વચ્છતા જળવાતી નહીં હોવાથી પેટમાં દુઃખાવાની તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત ડિસેમ્બર માસમાં રોટા વાઈરસના કેસ દેખાય છે. જે બાળકોમાં વધુ હોય છે. રોટા વાઈરસમાં ઝાડા-ઊલટીની પણ ફરિયાદ રહે છે.

– ડૉ. ઇન્દ્રવદન શાહ (ફેમિલી ફિઝિશિયન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read