HomeNewsસુરત: રાત્રે મજુરાગેટ કૃષિ મંગળ હોલ પાછળ મકાનમાં લાગી આગ

સુરત: રાત્રે મજુરાગેટ કૃષિ મંગળ હોલ પાછળ મકાનમાં લાગી આગ


  • રસોડામાં મુકેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભડકી ઉઠી
  • માનદરવાજા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
  • સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી

રવિવારે મોડી રાત્રે મજુરાગેટ કૃષિ મંગલ હોલની પાછળ વિજયનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ ફાટી નીકળતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેતા સૌએ રાહત અનુભવી હતી.રાત્રે 12:48 વાગે ફાયર બ્રિગેડને મજુરાગેટ કૃષિ મંગલ હોલની પાછળ વિજયનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ત્યારબાદ મજુરાગેટ નવસારી બજાર અને માનદરવાજા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી

See also  पटना : साइबर घोटाले में व्यापारी ने गंवाए 5 लाख रुपये, जानिए कैसे एक ‘अंजान महिला के साथ डेट’ पर जाना पड़ा भारी | प्रादेशिक

ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, રસોડામાં મુકેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જેમાં ફ્રીજ, ઘરઘંટી સહિતનો રસોડાનો સામાન બળી ગયો હતો. રસોડામાં ભડકેલી આગ જોઈ અહીં રહેતું વૃદ્ધ દંપત્તિ અરૂણભાઇ સિંગાપુરી અને કિશોરીબેન સિંગાપુરી ઘરમાંથી બહાર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડ ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read