HomeNewsસુરત મહાપાલિકાના રાંદેર ઝોનમાં કલાપી ગાર્ડનમાં બનાવેલા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ આસપાસના લોકો...

સુરત મહાપાલિકાના રાંદેર ઝોનમાં કલાપી ગાર્ડનમાં બનાવેલા ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ આસપાસના લોકો માટે આફત


Updated: Jan 2nd, 2023


– પાલિકાએ અડાજણના કલાપી ગાર્ડનના તળાવ માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ તળાવમાં પાણી ટકતું નથી : મેયરે ગાર્ડનની મુલાકાત લઈને અધિકારીઓને કામગીરી માટે સૂચના આપી

સુરત,તા.2 જાન્યુઆરી 2023,સોમવાર

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલો કલાપી ગાર્ડન માવજતના અભાવે લોકો માટે મુશ્કેલી રૂપ બની ગયો છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં આ તળાવમાં પાણી રહેતું નથી તો બીજી તરફ ગાર્ડનમાં બનેલો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આવતી વાસ આસપાસના લોકો માટે આફતરૂપ બની ગઈ છે. આ અંગેની વ્યાપક ફરિયાદ બાદ મેયરે સ્થાનિક કોર્પોરેટર સાથે મુલાકાત કરીને અધિકારીઓને સૂચના આપી હતી.

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં આવેલા અડાજણ વિસ્તારમાં બનેલો કવિ કલાપી ગાર્ડનમાં સુવિધાનો અભાવ હોવાથી ગાર્ડનની મુલાકાત લેનારા માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ ગાર્ડન પહેલાં અહીં વર્ષો જૂનું તળાવ હતું તેના કારણે ફરતે ગાર્ડન બનાવી દેવામાં આવ્યો હતો. ગાર્ડન બનાવવા પહેલાં પાલિકાએ તળાવને કુદરતી આકાર બદલી નાંખ્યો હતો ત્યાર બાદ તળાવમાં પાણી રહેતું ન હોવાની સમસ્યા ઉભી થઈ છે. સુરતમાં ગમે એટલો વરસાદ હોય તો પણ આ તળાવમાં થોડો સમય બાદ પાણી રહેતું નથી અને ગંદકી થઈ રહી છે.

See also  ગુજરાતના બે મંત્રીએ સ્ટેશન પર પેપર કપમાં પીધી ચા, જુઓ કોણે ચુકવ્યા પૈસા?; ABP ASMITA

આ ઉપરાંત પાલિકાએ નવતર પ્રયોગના ભાગરૂપે આ ગાર્ડનમાં જ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે તે પ્લાન્ટમાંથી પાણી ગાર્ડનમાં આપવામાં આવી રહ્યું છે. પાલિકાનો આ પ્રયાસ સારો છે તેના કારણે પીવાના પાણીની પણ બચત થઈ રહી છે. જોકે, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી વાસ આવી રહી હોવાની ફરિયાદ ઉઠી છે.  

આ ગાર્ડન અંગેની વ્યાપક ફરિયાદ હોવાથી આજે મેયર હેમાલી બોઘાવાલા સ્થાનિક કોર્પોરેટરો સાથે ગાર્ડનમાં પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓને કામગીરી કરીને સમસ્યા નિવારણ કરવા માટે તાકીદ કરી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read