HomeNewsસુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ આપ વચ્ચે સામસામા સૂત્રોચાર

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ આપ વચ્ચે સામસામા સૂત્રોચાર



– સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાની છેલ્લી સામાન્ય સભા હોબાળા સાથે પૂર્ણ 

– સામાન્ય સભામાં ઇનકલાબ જીન્દાબાદ અને ખાલીસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા

સુરત,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ની સુરત મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા હોબાળા અને સામ સામેના આક્ષેપ સાથે પૂરી થઈ હતી. સામાન્ય સભામાં ઇન્કલાબ ઝિંદાબાદ અને ખાલીસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. વિપક્ષે આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી તેવા નારા લગાવ્યા હતા. વિપક્ષ દ્વારા બોલવા ન દેવાના આક્ષેપ સાથે હોબાળો કરતા એક સાથે બધા કામો મંજૂર કરી દેવાય અને સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂરી કરી દેવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલાની છેલ્લી સામાન્ય સભા આજે થઈ હતી. સુરત મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં ઝીરો ઓવર્સની ચર્ચા દરમિયાન ભાજપના નગરસેવકોએ વિપક્ષ વિરુદ્ધ આંકરા પ્રહાર કર્યા હતા. ચર્ચાનો સમય પૂરો થઈ જતા વિપક્ષ દ્વારા સભ્યોને બોલવા દેવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન પ્રશ્નોત્તરી શરૂ થતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. 

See also  सोनाक्षी सिन्हा की शादी में इमोशनल नजर आईं रेखा | मनोरंजन News

વિપક્ષ ધાર્યું હોત તો સભાના રજૂ કરેલા કામો પર પોતાનો મત રજૂ કરી શક્યો હોત. પરંતુ તેઓએ ભારે હોબાળો કરતાં મેયર એ ડાયસ પરથી બધા જ કામો મંજૂર કરી દીધા હતા અને સામાન્ય સભા પૂરી થયેલી જાહેર કરી હતી.

આ હું મારા દરમિયાન વિપક્ષના કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જેને પગલે માહોલ ગરમાયો હતો.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read