HomeNewsસુરત પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય, સર્વેલન્સ સ્ટાફ પણ PCRમાં કરશે નોકરી

સુરત પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય, સર્વેલન્સ સ્ટાફ પણ PCRમાં કરશે નોકરી


  • અનુભવી ડી સ્ટાફ કર્મીઓને આદેશ કરાયો
  • PCR વાનના કર્મીએ એક વ્યક્તિને માર્યો હતો નાર
  • કર્મીએ પીડિત પાસે પૈસાની માગણી કરી હતી

સુરત પોલીસ કમિશનર દ્રારા એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં ખાખીની ગરિમા જાળવી રાખવાના આદેશ સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે છે. લોકો સાથે થતા દુર્વ્યવહારને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. આ સિવાય અનુભવી ડી સ્ટાફ કર્મીઓને આદેશ આપવામાં આવ્યો છે.

અનુભવી પોલીસ કર્મીઓએ PCR વાનમાં ફરજિયાત નોકરી કરવી પડશે

નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દરેક પોલીસ સ્ટેશનના અનુભવી પોલીસ કર્મીઓએ PCR વાનમાં ફરજિયાત નોકરી કરવી પડશે. આ સાથે જ ઉધના પોલીસની PCR વાનની હરકત બાદ કમિશનરે નોંધ લીધી હોવાનું સામે આવ્યું છે. ઘટના એવી હતી કે PCR વાનના કર્મચારીઓએ એક વ્યક્તિને બળજબરીથી ઘસડીને માર માર્યો હતો. આ સાથે જ પીડિત પાસે પૈસાની માંગણી કરી હતી. આ સમયે તેઓએ પીડિત પાસે પાંચ હજારનો તોડ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

See also  તમિલનાડુ-યુપીમાં ટેક્સ્ટાઇલ પાર્કનું કામ શરૂ, નવસારીમાં હજુ સરવેની કામગીરી

સુરત પોલીસ કમિશનર અજય તોમરે ગંભીરતાથી નોંધ લીધી

સુરત CPના આદેશ બાદ હવેથી સર્વેલન્સ સ્ટાફ પણ PCRમાં નોકરી કરી શકશે. અનુભવી પોલીસ કર્મચારી જો પીસીઆર વાનમાં રહેશે તો પોલીસની ગરીમામાં લાંછન લાગશે નહીં. પોલીસ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી જળવાઈ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read