HomeNewsસુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીનીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ અપાશે

સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીનીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ અપાશે


Updated: Dec 29th, 2022


– નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદાજીત ૨૪૭ શાળાની ૮૫ હજારથી વધુ વિધાર્થીનીઓને તાલીમ આપવા લક્ષ્યાંક : આ પહેલાં પણ સમિતિમાં સર્વ શિક્ષણ અભિયાન હેઠળ  તાલીમ આપવામા આવતી હતી 

સુરત,તા.29 ડિસેમ્બર 2022,ગુરૂવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણ હેઠળ તાલીમ આપવા માટે એક કમિટીની રચના કરવામા આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદાજીત ૨૪૭ શાળાની ૮૫ હજારથી વધુ વિધાર્થીનીઓને તાલીમ આપવા લક્ષ્યાંક છે. આ પહેલાં પણ તાલીમ આપવામાં આવી હતી પરંતુ કોરોનાને કારણે તાલીમ બંધ કરવામાં આવી હતી. હવે નવેસરથી તાલીમ નવા નામ સાથે શરૂ થવા જઈ રહી છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી ધોરણ 6થી 8ની વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે તાલીમ આપવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં પાલિકા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વાતિ દેસાઈના અધ્યક્ષપણા હેઠળ એક મીટીંગ કરવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ તથા કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા આ સ્વરક્ષણની તાલીમ પોલીસ વિભાગના સુરક્ષા સેતુ દ્વારા અધિકૃત થયેલ ટ્રેનર દ્વારા પચીંગ, બ્લોકિંગ, રેસલિંગ, જુડો-કરાટે, ફાઈટ-કરાટે જેવી માર્શલ આર્ટસની પાયાની સ્વ રક્ષણ તાલીમ આપવામાં આવશે. તે પ્રકારનું આયોજન કરવામા આવ્યું હતું. 

See also  सचिन से सुमूल के शुद्ध घी के नाम से नकली घी बनाते और बेचते एक गिरोह पकड़ा गया

હાલમાં સરકાર દ્વારા શહેર અને જિલ્લામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ માટે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ “ (સ્વરક્ષણ) ની તાલીમ નામ આપવામા આવ્યું છે. આપવા માટે સર્વ  શિક્ષા, ગાંધીનગરથી કમિટીની રચના કરવા માટે સુચના આપવામા આવી હોવાથી કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તાલીમ કોણ અને કઈ રીતે આપશે તે માટે સ્પષ્ટતા કરવામાં આવી હતી. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની  ૨૪૭ શાળાની ૮૫ હજારથી વધુ વિધાર્થીનીઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. આ તાલીમ આપવાનો મુખ્ય હેતુ કન્યાઓ પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરી નેતાગીરીના ગુણો કેળવી પોતાનો સ્વ બચાવ કરી શકે છે. આ તાલીમ તમામ શાળાઓમાં અઠવાડીયામાં ૨ દિવસ આપવામાં આવશે

See also  ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચ મર્યાદા રૃા.40 લાખઃ ચૂંટણી પંચને હિસાબ આપવો પડશે

આ પહેલાં પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ તાલીમ વિદ્યાર્થીઓને સ્વરક્ષણની આપવામાં આવતી હતી તે પણ સપ્તાહમાં બે દિવસ આપવામાં આવતી હતી. જોકે, કોરોનાના કારણે આ તાલીમ બંધ કરવામાં આવી હતી. હવે કોરોના સંક્રમણ પુરુ થયા બાદ વિદ્યાર્થીનીઓને ફરીથી આત્મરક્ષણની તાલીમ આપવામા આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read