HomeNewsસુરત પાલિકાના રાંદેર ઝોનમાં સરદાર બ્રિજની જગ્યાને લોકોએ નીચે ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી...

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં સરદાર બ્રિજની જગ્યાને લોકોએ નીચે ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવી દીધું


Updated: Jan 3rd, 2023


– ડિમોલિશન એન્ડ કસ્ટમર વેસ્ટ નિકાલના માત્ર દાવા થઈ રહ્યા છે 

– જાહેરમાં કચરો ફેંકનારા પાસે પ્રતિદિન બે લાખ દંડ માટે કવાયત : સરદાર નીચેના ભાગમાં બ્યુટીફિકેશનની કામગીરીને અભરાઈ પર ચડાવી દેવાયા બાદ આ  વિસ્તાર ઉકરડો બનાવી દેવાયો 

સુરત,તા.3 જાન્યુઆરી 2023,મંગળવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટના નિકાલ માટેની કામગીરી થઈ રહી છે. પાલિકાની આવી કામગીરી વચ્ચે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજની નીચેના વિસ્તારને લોકોએ ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટ સહિતનો કચરો ફેંકી ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું છે. નીચેની પારાવાર ગંદકી થતા સ્થાનિક રહીશો માટે મુશ્કેલી વધી છે. એક તરફ પાલિકા જાહેરમાં કચરો ફેંકનાર પાસે પ્રતિદિન બે લાખ દંડ માટે કવાયત કરી રહી છે તો બીજી તરફ સરદાર નીચેના ભાગમાં બ્યુટીફિકેશનની કામગીરીને અભરાઈ પર ચડાવી દેવાયા બાદ આ વિસ્તાર ઉકરડો બનાવી દીધો છે. 

See also  જંગલની ઉપજ બામ્બુની લાક્ષણિકતા, ઉપયોગ જાણવા વર્કશોપનું આયોજન

સુરત મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર દ્વારા શહેરમાં સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. આ કામગીરીના ભાગરૂપે સીસી કેમેરાનો ઉપયોગ કરીને જાહેરમાં ગંદકી કરનારાને આકરો દંડ કરવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. તેમ છતાં જાહેરમાં ગંદકી કરનારા લોકો હજી પણ સુધરતા નથી. સુરતની તાપી નદી પર અઠવાલાઇન્સ અને ગુજરાત ગેસ સરકારે જોડતો સરદાર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ સરદાર નીચેના ભાગમાં બ્યુટીફિકેશનની કામગીરીને અભરાઈ પર ચડાવી દેવાયા બાદ બ્રિજની નીચેના ભાગને લોકોએ ઉકરડો બનાવી દીધો છે. 

આ બ્રિજ નીચેના વિસ્તારમાં કોઈ પ્રકારની કામગીરી ન થતી હોવાથી લોકો કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ બ્રિજની નીચે ઠાલવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ બ્રિજની નીચે વધેલો ખોરાક, મેડિકલ વેસ્ટ અને દારૂની બોટલ સહિતનો કચરો પણ ઠાલવવામાં આવી રહ્યો છે. આવી રીતે કચરો ઠાલવવામાં આવતા હોવાથી નીચેનો ભાગ ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવા બની ગયો છે. અહીં થતી ગંદકીના કારણે આસપાસના લોકોને આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. શહેરમાંથી કચરાનો નિકાલ કરવાના દવા વચ્ચે બ્રિજની નીચેના વિસ્તારમાં કોઈ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી જેથી આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

See also  બોગસ ચલણી નોટ પ્રકરણમાં સુરત પોલીસના ચેન્નાઇમાં દરોડા, 17 લાખની નોટ સાથે એક પકડાયો

રાત્રીના સમયે આ જગ્યા અસામાજિક તત્વો અને ભિક્ષુકોનો અડ્ડો બની જાય છે

સરદાર બ્રિજ નીચે અડાજણ છેડે બ્યુટીફીકેશનની કામગીરી અભરાઈ પર ચડાવી દીધા બાદ લોકોએ આ જગ્યા જાહેર કચરા પેટી જેવું બનાવી દીધું છે. આ ઓછું હોય તેમ અંધારુ થતાંની સાથે જ આ જગ્યાએ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે અને કેટલાક ભિક્ષુક અને શ્રમજીવીઓ અહી કબ્જો કરી દેતા હોય છે. આ વિસ્તારના લોકોએ રાત્રીના સમયે અસામાજિક તત્વોનો અડ્ડો આ જગ્યા બની જતી હોવાની અનેક ફરિયાદ કરી છતાં કોઈ કામગીરી ન થતાં લોકોની સુરક્ષા સામે પણ પ્રશ્નો ઉભા થયા  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read