HomeNewsસુરત: નાના બાળકોને એકલા મુકનાર માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો

સુરત: નાના બાળકોને એકલા મુકનાર માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો


  • વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો
  • રમતા રમતા પાણીના ટપમાં બાળકી પડી
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતના લિંબાયત વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા પાણીના ટપમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. તેમાં બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે લીંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નાના બાળકોને એકલા મુકનાર માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડી ખાતે હનુમાન મંદિર પાસે રહેતો સિરાઝ શેખની 1 વર્ષની પુત્રી ફાતીમાં ઘરમાં મોટી બહેન સાથે રમતી હતી. તે સમયે તેની માતા કચરો ફેંકવા બહાર ગયા હતા. ત્યારબાદ ફાતિમા પાણી ભરેલા ટપમાં પડી ગઈ હતી. માતા કચરો ફેંકી પરત આવતા નજર પડતા જ બાળકીને ટપમાંથી બહાર કાઢી તરત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ બાળકીને મૃતક જાહેર કરી હતી.

See also  100 કરોડના ખર્ચે બનેલા સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં પણ રખડતા કૂતરાનો ત્રાસ

લિંબાયત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
બાળકીના પિતા માર્કેટમાં મજૂરી કામ કરે છે. પણ ઉત્તરાયણ નિમિત્તે પતંગનો ધંધો કરતા હતા. પરિવારની લાડકી દીકરીનું અચાનક જ પાણીના ટપમાં પડી જવાથી મોત નીપજતા પરિવાર સહિત સ્થાનિક લોકોમાં શોકનો માહોલ ફેલાયો છે. હાલ સમગ્ર મામલે લિંબાયત પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read