HomeNewsસુરત: ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી યુવાનની હત્યા...

સુરત: ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી યુવાનની હત્યા કરેલી લાશ મળી


માથાના ભાગે ઈજા પહોંચાડી 20 થી 22 વર્ષના યુવાનની હત્યા કરી લાશ ટ્રેક પર મૂકી હત્યારાઓ ફરાર 

બનાવને અકસ્માત કે આત્મહત્યામાં ખપાવવા લાશ ટ્રેક પર મૂકી પણ ટ્રેનના ડ્રાઈવરને લાશ દેખાતા ટ્રેન અટકાવી પોલીસને જાણ કરી 

સુરત, તા. 17 ડિસેમ્બર 2022 શનિવાર 

સુરતના ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી આજે સવારે અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ડિંડોલી પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ શરૂ કરી છે.બનાવને અકસ્માત કે આત્મહત્યામાં ખપાવવા હત્યારાઓએ લાશ ટ્રેક પર મૂકી હતી પણ ટ્રેનના ડ્રાઈવરને લાશ દેખાતા ટ્રેન અટકાવી પોલીસને જાણ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારે સુરતના ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક ઉપર એક યુવાનની લાશ નજરે ચઢતા પસાર થતી ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન અટકાવી પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા દોડી ગયેલી ડિંડોલી પોલીસે તપાસ કરતા 20 થી 22 વર્ષના યુવાનની માથાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કર્યા બાદ હત્યારાઓ બનાવને અકસ્માતમાં કે આત્મહત્યામાં ખપાવવા લાશને રેલવે ટ્રેક ઉપર મૂકી ફરાર થઈ ગયા હતા.હાલ તો પોલીસે મૃતક યુવાનની ઓળખ માટે કવાયત હાથ ધરી છે.

See also  असामाजिक तत्वों का आतंक, पांडेसरा में किराना दुकान में की तोड़फोड़

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read