HomeNewsસુરત: જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં 15000 રિયલ ડાયમંડ જડિત બે મગરની ડિઝાઈનવાળો...

સુરત: જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં 15000 રિયલ ડાયમંડ જડિત બે મગરની ડિઝાઈનવાળો ‘ક્રોકોડાઇલ નેકલેસ’ બન્યો આકર્ષણનું કેન્દ્ર


–  “ક્રોકોડાઇલ નેકલેસ’ ની ડિમાન્ડ બોલીવુડમાં સૌથી વધુ જોવા મળી રહી છે

સુરત, તા. 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

સુરતના સરસાણા કનવેક્શન સેન્ટર ખાતે જેમ એન્ડ જ્વેલરી નું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં એક જ્વેલરી કંપનીએ એક ખાસ નેકલેસ તૈયાર કર્યો છે જેનું નામ ક્રોકોડાઇલ નેકલેસ છે અને હાલમાં તેની ડિમાન્ડ બોલીવુડમાં સૌથી વધુ જોવા મળી રહી છે. આ નેકલેસની ખાસિયત છે કે તેમાં 15000 રિયલ ડાયમંડ જડિત બે મગર જોવા મળે છે.

જેમ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ શોનુ આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે જેમાં અવનવી ડિઝાઈનની જ્વેલરી મૂકવામાં આવી છે. તેમાં સોના ચાંદી અને ડાયમંડથી બનાવેલ સાંસદ ભવન તો આકર્ષણનું કેન્દ્ર બન્યા જ છે પરંતુ તેની સાથે સાથે એક અલગ પ્રકારનો નેકલેસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને આ નેકલેસની ડીઝાઈન અલગ છે. કારણ કે આ નેકલેસ માં એક એવું પ્રાણી જોવા મળશે. જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે તે રીયલ ડાયમંડની જ્વેલરી ની શોભા બની જશે. સફેદ અને લીલા રંગના 15000 રીયલ ડાયમંડથી ક્રોકોડાઈલ નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બે મગર સુંદર મહિલાના ગળાને સુશોભિત કરશે. સફેદ અને લીલા રંગના ડાયમંડ થી જડિત મગર અને ઈયરિંગ અન્ય નેકલેસ કરતા જુદો છે અને આને સુરતની એક ડાયમંડ જ્વેલરી બનાવનાર કંપનીએ તૈયાર કર્યા છે જેની ડિમાન્ડ બોલીવુડ તરફથી કરવામાં આવી રહી છે. આ નેકલેસ ની કિંમત આશરે રૂ. 30 લાખ જેટલી છે.

See also  सरकार ने जमाखोरी रोकने के लिए 31 मार्च, 2025 तक गेहूं की स्टॉक लिमिट तय की | कारोबार News

આ અંગે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સમીર મહેતાએ કહ્યું હતું કે અમારો ક્રોકોડાઇલ નેકલેસ ભારતમાં એક માસ્ટર પીસ છે. જેમાં 8000 જેટલા રીયલ ડાયમંડ અને 7000 કલર સ્ટોન છે અને 330 ગ્રામ ગોલ્ડમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ડિઝાઇન કરવા પાછળ ત્રણ મહિના લાગ્યા છે જ્યારે પ્રોડક્શનમાં બે મહિના લાગ્યા છે. આ નેકલેસ સુરત ફેક્ટરીમાં તૈયાર થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read