HomeNewsસુરત: ચાઈનીઝને બદલે સ્વદેશી બનાવટના છાણના દીવાનું ચલણ વધ્યું

સુરત: ચાઈનીઝને બદલે સ્વદેશી બનાવટના છાણના દીવાનું ચલણ વધ્યું



– દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો છાણના દીવા લઈ ગયા : સામાજિક સંસ્થાએ 5 લાખ દીવા બનાવડાવ્યા

સુરત, તા. 24 ઓક્ટોબર 2022 સોમવાર

ચાઇનાના યુઝ એન્ડ થ્રોના કોન્સપેટને બદલે ભારતના યુઝ, રીયુઝ અને ફોરેવર યુઝના કોન્સેપ્ટ ઉપર બનેલા વૈદિક દીવાનું ચલણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં અલગ અલગ ગામના 30 પરિવારો પાસેથી શહેરની એક સામાજિક સંસ્થાએ પાંચ લાખથી વધુ છાણના દીવા તૈયાર કરાવડાવ્યા છે. દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ભારતીયો છાણમાંથી બનાવેલા રંગીન દીવા ઉપયોગમાં લઈ રહ્યા છે.

દિવાળીમાં સામાન્ય રીતે માટીના પ્રજ્વલિત કરી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ચાઈનીઝને બદલે સ્વદેશી બનાવટના દીવાનું ચલણ વધ્યું પણ છે ત્યારે આ વચ્ચે ધીરે ધીરે વૈદિક દીવા એટલે કે છાણમાંથી બનાવવામાં આવેલા દીવાનું પ્રચલન વધતું જઈ રહ્યું છે. આ અંગે કરુણા સંસ્થાના નરેન્દ્રભાઈએ કહ્યું કે, ત્રણ વર્ષ થી દીવા બનાવીએ છીએ. ડિમાન્ડ સારી હોવાને કારણે આ વર્ષે પાંચ લાખ થી વધુ છાણના દીવા બનાવ્યા છે. અહીંથી વિદેશ ગયેલા લોકો પણ આ દીવા લઈને ગયા છે. દીવાની કિંમત રૂપિયા 60 પ્રતિ ડઝન રાખી છે. શહેરની અલગ અલગ પાંજરાપોળમાંથી છાણ લાવીને તેમાં ચીકણી માટી, પ્રીમિક્સ, મુલતાના માટી ઉમેરીને શહેરા અલગ અલગ વિસ્તારમાં રહેતા 30 જેટલા પરિવારોના લોકો આ દીવા તૈયાર કરે છે. જેથી તેમને પણ રોજગાર મળે છે. તેઓ તેને કલર પણ કરે છે પરંતુ તે પણ પ્રાકૃતિક કલરથી જ કરવામાં આવે છે. મોડર્ન આકારમાં તૈયાર થતા આ દીવા બનાવવા યુવાઓ પણ જોડાયા છે.

See also  યાર્ન કારખાનેદારનું પાર્સલ રી-એક્ટીવના બહાને ભેજાબાજે રૂ. 77 હજાર તફડાવ્યા

તેમણે વધુમાં કહ્યું કે, આ દીવાને સળગાવ્યા બાદ તેમાંથી સુગંધ પણ આવે છે અને તે સળગી ગયા બાદ તેનો ઉપયોગ પ્રાકૃતિક ખાતર તરીકે પણ કરી શકાય છે. વળી જે સ્થળે તેને સળગાવવામાં આવે છે ત્યાં વાતાવરણમાં શુદ્ધિકરણ પણ થાય છે. છાણના દીવા બનવાને કારણે સ્થાનિક લેવલે લોકોને રોજગાર મળશે અને પાંજરાપોળ,ગૌશાળાના પશુઓને પણ ફાયદો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read