HomeNewsસુરત ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ કમિશનરે જણાવી ખાસ વાત

સુરત ખાતે પોલીસ સંભારણા દિવસ નિમિત્તે પોલીસ કમિશનરે જણાવી ખાસ વાત


  • નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝૂંબેશ શહેરમાં શરૂ
  • સિટી પોલીસ સતત કામગીરી કરતી આવી છે
  • છેતરપિંડીના કેસોમાં 60 કરોડની રેકર્ડબ્રેક કામગીરી

21 ઓકટોબર પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખાય છે. વર્ષ 1959માં CRPF પોલીસ જવાનો અને આઇબીના અધિકારીઓની ટુકડી પર લદાખના અક્ષાઇ ચીન હોટ સ્પ્રીંગ વિસ્તારમાં ચીને હુમલો કર્યો હતો. તેમાં 10 પોલીસ જવાનો શહીદ થયા અને 7 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ શહીદોની યાદમાં આ દિવસને પોલીસ સંભારણા દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝૂંબેશ શહેરમાં શરૂ
પોલીસ સંભારણા દિવસ નિમિત્તે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ મામલે શહેર સાથે સંવાદ કર્યો હતો. તથા પોલીસ સંભારણા દિવસ નિમિત્તે સુરતના ચોક બજાર સ્થિત કિલ્લા ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યમાં લોકો હાજર પણ રહ્યા હતા. સુરત તે દેશનુ મીની ભારત છે. હિન્દુસ્તાનનું કોઇ રાજય નથી જેનો નાગરિક સુરતમાં વસતો ન હોય. દેશમાં સુરત શહેર તે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે. તેની સાથે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જડવાય રહે તે માટે સુરત સિટી પોલીસ સતત કામગીરી કરતી આવી છે. એવું સુરત પોલીસ કમેશનરે જણાવ્યું હતું.

See also  शहर की सीटो के लिए उम्मीदवार का फैसला कल संसदीय बोर्ड की बैठक में होगा

છેતરપિંડીના કેસોમાં 60 કરોડની રેકર્ડબ્રેક કામગીરી
નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝૂંબેશ શહેરમાં શરૂ કરવામાં આવી છે. યુવા ધન જો નશાના રવાડે ચઢેતો લૂંટ, ચોરી અને હિંસાત્મક બનાવોની સાથે પોતાના ભવિષ્યને બરબાદ કરી નાંખે છે. જેમાં સંગઠિત અપરાધ આચરતી ગેંગનો ત્રાસ સુરતને નડશે નહીં તમામ ગેંગના સભ્યોની ગુજસીટકોક કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને સીનીયર સિટીઝનની સુરક્ષા પોલીસ માટે અત્યંત અગ્રતાક્રમ મહત્વની બાબત છે. કારણકે તેનાથી જ  સુરત વધુ સુરક્ષિત અને સર્વશ્રેષ્ઠ શહેર બની શકે છે. કાપડ બજાર અને હીરા બજારમાં છેતરપિંડીના કેસોમાં 60 કરોડની રેકર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. લેભાગુ તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. એવું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું

See also  अयोध्या में रामलला की प्रतिमा में 22 जनवरी को हो सकती है प्राण प्रतिष्ठा | प्रादेशिक

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read