HomeNewsસુરત કામાર્થે આવેલા થાણેના વેપારીનું અપહરણ, બંધક બનાવી આઇફોનની લૂંટ

સુરત કામાર્થે આવેલા થાણેના વેપારીનું અપહરણ, બંધક બનાવી આઇફોનની લૂંટ


  • રિક્ષામાં એક ઘરમાં લઇ જઇ મરચાની ભૂકી નાંખી હાથ-પગ પણ બાંધી દીધા
  • ધાક-ધમકી આપી પેટીએમનો પાસવર્ડ મેળવી રૂા.90 હજાર ટ્રાન્સફર કરી લીધા
  • બાદમાં રિક્ષામાં બેસાડી સુરત સ્ટેશન પાસે છોડી આઇફોન લઇ ભાગી ગયા હતા

સુરત કામાર્થે આવેલા થાણેના વેપારીનું રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાં અપહરણ કરાયું હતુ. વેપારીને અવાવરૂં જગ્યાએ એક રાહોઉસમાં લઇ જઇ આંખમાં મરચાની ભૂકી નાંખી હાથ-પગ બાંધી દેવાયા હતા અને બાદમાં એટીએમનો પાસવર્ડ મેળવી 90 હજાર ટ્રાન્સફર કરાવી લઇ આઇફોનની પણ લૂંટ ચલાવી હતી.

મળતી વિગતો પ્રમાણે થાણે, ડોમ્બીવલી ખાતે માઉલી બંગ્લોઝમાં રહેતા ચંદ્રકાંત મધુસુદન દાતાર (60) ડોમ્બીવલી ખાતે મોલ્ડ બનાવવાની કંપની ધરાવે છે. છ માસ પહેલાં કંપનીના સિનિયર અશોક ચિત્રએ મુંબઇ-એલ એન્ડ ટી કંપનીના કોઇ વ્યક્તિના રેફરન્સથી સુરતના ચૌધરી નામના વ્યક્તિ સાથે સોલાર પેનલમાં વપરાતા ચોરસ પાર્ટો અંગે વાતચીત થઇ હતી. ચૌધરી 2000 પાર્ટનો ઓર્ડર આપવા માંગતો હતો. ચૌધરીએ કોટેશન લઇ ચંદ્રકાંત દાતારને સુરત રૂબરૂ ચર્ચા માટે બોલાવ્યા હતા.

See also  35 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી પિતા-પુત્ર પૈકી પુત્રને એક વર્ષની કેદ

ગત તા.24મીએ રાત્રે તેઓ તેજસ રાજધાની ટ્રેન મારફતે સુરત આવ્યા હતા અને રેલવે સ્ટેશને ઉચર્યા બાદ તેમણે ચૌધરીને કોલ કર્યો હતો. ચૌધરીએ માણસને મોકલી આપવાની વાત કરી હતી. સ્ટેશન બહાર આવેલી તિરૂપતિ હોટલ ખાતે જમીને તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે ચૌધરીના માણસો જે રિક્ષામાં આવ્યો હતો તે રિક્ષામાં ચંદ્રકાંત બેસી ગયા હતા. રિક્ષામાં આગળના કાચ પર હિંદીમાં ચાર લાઇનમં કોઇક શ્લોક લખેલો હતો. અડધો કલાક રિક્ષામાં ફેરવ્યા બાદ ગામડા જેવા વિસ્તારમાં તેમણે લઇ જવાયા હતા. અહીં ગેસ્ટ હાઉસમાં લઇ જવાના બહાને રિક્ષામાંથી ઉતારી એક રોહાઉસમાં તેમણે લઇ જવાયા હતા. અહીં ઘરમાં ઘૂસતા જ બે યુવકોએ ચંદ્રકાંત પર મરચાની ભૂકી નાંખી દીધી હતી.

See also  4 વર્ષમાં યુનિ.માં 1291 વિદ્યાર્થીનું જોબ પ્લેસમેન્ટ, સરેરાશ 2.43 લાખનું પેકેજ

ત્યારબાદ ગળું પકડી આંખ અને મોઢાના ભાગે ચિંગમ પટ્ટી બાંધી દેવાઇ હતી. લાઇટ બંધ કરી તેમના હાથ-પગ પણ બાંધી દેવાયા હતા. ત્યારબાદ ચંદ્રકાંતભાઇનો આઇફોન લઇ ધાક-ધમકી આપી પાસવર્ડ લઇ લીધો હતો. પેટીએમનો પણ પાસવર્ડ મેળવી બેંક એકાઉન્ટમાં 90 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. બાદમાં તેઓને રિક્ષામાં બેસાડી સુરત સ્ટેશન પાસે છોડી આઇફોન લઇ ભાગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read