HomeNewsસુરત અને વડોદરામાં પતંગના દોરાથી ગળું કપાતા બે યુવકોનાં મોત નિપજ્યાં

સુરત અને વડોદરામાં પતંગના દોરાથી ગળું કપાતા બે યુવકોનાં મોત નિપજ્યાં


  • ઉત્તરાયણ જેવો આનંદનો તહેવાર જીવલેણ બનતો જાય છે
  • વડોદરામાં વર્ષના પ્રથમ દિવસે પતંગના દોરાથી યુવાનનું મોત
  • ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છતાં બેફામ વેચાણ

રાજ્યમાં જીવલેણ ચાઈનીઝ દોરી પ્રતિબંધિત હોવા છતાં તેનું વેચાણ અને વપરાશ બેફામ થઈ રહ્યું છે. ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાના કારણે સુરતમાં શ્રામજીવીનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે વડોદરામાં બાઈકસવાર યુવકના ગળામાં દોરો ફસાતા તેનું પણ મોત નીપજ્યું હતું.

કામરેજ પોલીસની હદમાં નવાગામ ખોડિયાર મંદિરની સામે રહેતા બળવંતભાઇ મણિભાઇ પટેલ (ઉં.વ.50) ડાયમંડનગર લસકાણા ખાતે લૂમ્સના કારકાનામાં નોકરી કરે છે. રવિવારે મોડી સાંજે નોકરીથી બાઇક પર પરત ફરતા હતા ત્યારે કામરેજના સહકારનગર પાસે અચાનક આકાશમાંથી પતંગની ચાઇનીઝ દોરી નીચે પડી બાઇકચાલક બળવંતભાઇના ગળે લપેટાઇ ગઇ હતી. બાઇક ઊભી રાખી બળવંતભાઇ કંઇક વિચારે એ પૂર્વે જ પતંગની કાતિલ દોરીથી બળવંતભાઇનું ગળું કપાઇ જઇ લોહીલુહાણ હાલતમાં બાઇક ઉપરથી નીચે ફસડાઇ પડયા હતા. દોરીના ઊંડા ઘાને જીરવી નહીં શકેલા બળવંતભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘરના મોભીના મોતથી ગરીબ પરિવારમાં બે બાળકાએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

See also  सूरत  : बोर्ड परीक्षा के समय को ध्यान में रखकर टावर तोडने का समय सुनिश्चित किया गया था! | सूरत

વડોદરામાં વર્ષના પ્રથમ દિવસે પતંગના દોરાથી યુવાનનું મોત

શહેરના દંતેશ્વર ભાથુજીનગરમાં રહેતો રમતવીર હોકીનો ખેલાડી રાહુલ ઉર્ફે સન્ની ગીરીશભાઇ બાથમ (ઉ.વ.30) રવિવારે સાંજે બાઇક લઇને કામ અર્થે નીકળ્યો હતો. તે નવાપુરા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસેના ખંડોબા મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેના ગળાના ભાગે પતંગનો દોરો ભરાઇ જતા તે બાઇક ઉપરથી નીચે ફંગોળાઇ ગયો હતો. ગળાના ભાગે દોરો ભરાઇ જતા લોહીની ધારાઓ છુટી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read