HomeNewsસુરતીઓએ અમેરીકામાં ફ્લોટિંગ રંગોળી કરી દિવાળી ઉજવી

સુરતીઓએ અમેરીકામાં ફ્લોટિંગ રંગોળી કરી દિવાળી ઉજવી


સુરત,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

સુરતીઓ દુનિયાના કોઈપણ ખૂણે જાય ત્યાં તહેવારને ઉજવવાની અવનવી રીત શોધી જ કાઢે છે. અમેરિકામાં રહેતા ૧૨૦ થી વધારે ગુજરાતીઓએ પણ કંઈક આવું જ કર્યું છે. દિવાળીની ઉજવણી માટે ભેગા થયેલા આ વડીલોએ ફ્લોટિંગ રંગોળી કરીને દિવાળી મનાવી હતી.

અમેરિકાના ઘણા શહેરોમાં દિવાળીની ભવ્ય ઉજવણી થતી જોવા મળે છે . એટલું જ નહીં પણ આ વર્ષે રાષ્ટ્રપતિ જો બાઇડને ૨૪ ઓક્ટોબરે વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવવાની જાહેરાત કરી છે. ત્યારે મૂળ ગુજરાતના અને અમેરિકામાં સ્થાયી થયેલા લોકો ગેટ ટુ ગેધર કરી દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકામાં જીવન સંધ્યા મંડળ દ્વારા બે વર્ષ બાદ ૧૨૦ કરતા વધુ ગુજરાતી વડીલોએ ભેગા થઈ દિવાળીની રંગે ચંગે કરી છે. અલગ અલગ રમતો અંતાક્ષરી રમવાની સાથે તેઓએ ફલોટિંગ રંગોળી કરીને દિવાળીની ઉજવણી કરી છે. પ્લાસ્ટિકની એક પારદર્શક શીટ ઉપર  ગ્લાસ પેઇન્ટિંગના કલર કરીને તૈયાર કરેલી શીટ થી પાણી પર ફ્લોટિંગ રંગોળી કરીને આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. 

See also  गुजरात : पोरबंदर में दो महीने की बच्ची को लोहे की रॉड से दागने के आरोप में भुवा गिरफ्तार

આ અંગે રંગોળી બનાવનાર હેમંતી જરદોશે કહ્યું કે, મહિલાઓને રંગોળી અતિ પ્રિય હોય છે જેથી મેં અહીં રંગોળી શીખવાડી હતી. આ રંગોળીની વિશેષતા એ છે કે પ્રસંગ પૂરો થાય ત્યારબાદ હળવે હાથે શીટ કાઢીને સાચવી શકાય છે અને જરૂર પડે ત્યારે ફરીથી શણગારી , સજાવી ઉપયોગ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read