HomeNewsસુરતમાં PMJAY-MA યોજનામાં ગેરરીતિ આચરતી ત્રણ હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવાઈ

સુરતમાં PMJAY-MA યોજનામાં ગેરરીતિ આચરતી ત્રણ હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવાઈ


સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ અને ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડની ટીમે મુલાકાત લીધી હતી

આ ટીમની હાજરીમાં જ હોસ્પિટલોએ PMJAY-MA યોજનામાં મફત સારવારનો ઈનકાર કર્યો હતો

Updated: Jan 13th, 2023

image- twitter

સુરત, 13 જાન્યુઆરી 2023 શુક્રવાર

ગુજરાતમાં PMJAY–MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની સારવાર મફતમાં થાય છે. તેમ છતાં ગંભીર ગેરરીતીઓ જણાઈ આવતાં સુરતની ત્રણ હોસ્પિટલોને આ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ અને ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડની ટીમે આ ત્રણેય હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. જ્યાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. આ હોસ્પિટલોમાં યોજનામાં સારવાર ફ્રી હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હતાં. જેથી સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે. 

See also  Surat :ગોલ્ડ સ્મગલિંગ કરતાં ખેપિયાઓ સાથે આફ્રિકન સિમથી મૌલવી સંપર્ક કરતો

શોકોઝ નોટીસ ફટકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાઈ
PMJAY–MA યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે.આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ત્યારે ગત 9મી જાન્યુઆરીએ આ યોજનામાં સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને શોકોઝ નોટીસ ફટકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાઈ હતી. 

મફત સારવાર આપવાનો ઇન્કાર કરી દેવાયો
નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને આ યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ધર્મ નંદન ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઇ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી હતી,નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ આ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો તે ઉપરાંત ત્યાં હાજર બંને તપાસ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી દેવાયો હતો. 

See also  ब्रिटिश और नाटो सैनिकों को क्रिसमस का भोजन परोसते नजर आए ब्रिटेन के प्रधानमंत्री ऋषि सुनक

રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા
પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક સારવાર વિશે કોઈપણ જાણકારી જ ન હતી. જેથી સુરતમાં આ કાર્યવાહી કરતાં તેના પડઘા અન્ય હોસ્પિટલોમાં પણ પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read